Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વરમાંથી આયુર્વેદિક દવાઓના જથ્થા સાથે ઝડપાયો બોગસ ડોકટર.

Share

ગરૂડેશ્વર બજાર ફળીયામાંથી આયુર્વેદિક દવાઓ કિ.રૂ ૯૧,૬૮૨/- ના મુદ્દામાલ સાથે વધુ એક બોગસ ડોકટરને ગરૂડેશ્વર પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અધીક્ષક નર્મદા હિમકર સિંહના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ડિગ્રી વગરના બોગસ તબીબો દ્વારા માનવ સ્વાસ્થ સાથે ચેડા સંબંધી ગુનાઓ બનતા અટકાવવા અંગે પરીણામલક્ષી કામગીરીની સુચનાઓ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત કેવડીયાના માર્ગદર્શન હેઠળ ગરુડેશ્વર વિસ્તારમાં રહેતા અશોકકુમાર મુસાફીર સિહના ઘરે ઝડતી તપાસ કરતા દવાઓ મળી આવેલ જે દવાઓ ખાખી બોક્સમાં પેક કરી પોલીસ મથકે લાવી જમા લેવામાં આવેલ અને અશોકકુમારે રજુ કરેલ ડિગ્રી સર્ટીફિકેટ ગુજરાત તેમજ રાજસ્થાન રાજ્યની વેબ સાઈટ ઉપર તપાસ કરતા અને ખરાઈ કરતા કોઈ ડિગ્રી સર્ટીફીકેટ ઓનલાઈન બતાવતા ના હોઈ, ગુજરાત મેડીકલ કાઉન્સીલનુ મેડીકલ પ્રેકટીસ અંગેનુ પ્રમાણપત્ર ન હોવા છતાં આયુર્વેદીક દવાઓ અલગ અલગ જથ્થા મુજબ કુલ કિંમત કિ.રૂ.૯૧,૬૮૨/- ની આયુર્વેદીક દવાઓ ગેરકાયદેસર રીતે રાખી બીજાની જીદંગી જોખમાય તે રીતે ખોટા નામે સારવાર કરી લોકો સાથે ઠગાઈ કરેલ હોય અને બીમાર લોકોના સ્વાસ્થ સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરતા જાહેરમાંથી પકડી પાડી તેના વિરુધ ઈ.પી.કો કલમ ૩૩૬,૪૧૮ ડ્રગ્સ એન્ડ કોમેટીક એકટ ૧૯૪૦ કલમ ૨૭ (બી) તથાધી ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ ની કલમ ૩૦ ૩૫ મુજબનો ગુનો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઘાસની ગંજીઓમાં છુપાવી રાખેલો વિદેશી દારુના જથ્થા સાથે એકની અટક

ProudOfGujarat

નાંદોદ તાલુકાનાં લાછરસ ગામેથી ગેરકાયદેસર ખેરનાં લાકડા ભરેલ બોલેરો પિકઅપ ઝડપાઇ.

ProudOfGujarat

ગોધરા સ્ટેગો હોસ્પિટલ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મેડિકલ અને રકતદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!