Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડિયાપાડા તાલુકામાં આગથી નુકસાન થતાં આદિવાસી ગરીબ પરિવારોને કાર્યકરો એ ઘરવખરી પૂરી પાડી.

Share

નર્મદા (રાજપીપળા) જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં ખાસ કરીને જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી પરિવારો કે જેઓ સામાન્ય રીતે ખેતી, ખેતમજૂરી કે છૂટક મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આ પરિવારની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે ખેડા જિલ્લાના નડીઆદ પાસે આવેલા ઉત્તરસંડા ખાતે ઓમકારેશ્વર (માતાજી) યોગાશ્રમ ચલાવે છે ત્યાં આવી દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય પાર પાડી રહ્યાં છે. આ યોગાશ્રમના માતાજી સાથે વીસા ખડાયતા પ્રથમ એકડાના અગ્રણી અને સામાજિક કાર્યકર ડી. કે. શાહ વર્ષોથી સંકળાયેલા છે.

તાજેતરમાં ડેડિયાપાડાની પાસે આવેલ પાટાપલ્લી ગામના જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસી પરિવારની દીકરીઓ કે જેઓ ઉત્તરસંડા ખાતે અભ્યાસ કરે છે તેઓના ગામમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતાં અભ્યાસ કરતી દીકરીઓ પૈકીની ૧૧ જેટલી દીકરીઓના મકાનો અને ઘરવખરી આ આગમાં બળીને સંપૂર્ણ રાખ થઇ જવા પામી હતી. તેની જાણકારી માતાજીએ ડી. કે. શાહને આપતાં ડી. કે. શાહ કે જેઓ હરહંમેશ ગરીબો અને દીન દુ:ખિયાની મદદ કરવા તત્પર રહે છે તેમનું હૃદય ધ્રવી ઉઠયું અને તેમનામાં રહેલી સંવેદનશીલતા અને માનવતા તરત જાગૃત થઇ ગઇ.

Advertisement

ડી. કે. શાહે આ બાબતની તેમના કાર્યકરો અને જ્ઞાતિના અગ્રણીઓને જાણ કરી કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પાસેના પાટાપલ્લી ગામના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં છે અને તેઓના ઘર તથા તમામ ઘરવખરી આગમાં બાળીને રાખ થઇ ગઇ છે તો આપણે તાત્કાલિક શું મદદ કરી શકીએ. આ વાત કરતાં જાણે કે વિવિધ સાધન-સહાયનો પ્રવાહ ચાલુ થઇ ગયો અને શ્રી વીસા ખડાયતા પ્રથમ એકડા જ્ઞાતિના પ્રમુખ યોગેશભાઇ શાહ અને મંત્રી નિષિથભાઇ શાહએ જ્ઞાતિ તરફથી ૫૫ સ્ટીલની ડીસો, વાડકી અને પ્યાલાની સહાય કરી તો તેમના સાથી મિત્રો અને કાર્યકરો એવા સમીરભાઇ, બંકીમભાઇ, મફતભાઇ, ઉપેન્દ્રભાઇ ઇલાયચીવાળા તરફથી કપડા, વાસણો, અનાજ, પેટી જેવી અંદાજે રૂા. એક લાખથી વધુની કિંમતની જીવનજરૂરી ચીજવસ્તુઓ એકત્ર થઇ ગઇ.

પાટાપલ્લી ગામના અસરગ્રસ્ત એવા આદિવાસી ગરીબ પરિવારોને હાથોહાથ જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચી શકે તે માટે ડી. કે. શાહ અને તેમના કાર્યકરોની ટીમ કે જેમાં જ્ઞાતિના ઉત્સાહી અને સતત કાર્યકરો માતાજી સાથે આ તમામ સાધન-સહાયની સામગ્રી લઇને તા.૧૦મીના રોજ વહેલી સવારે પાટાપલ્લી ગામે પહોંચી ગયા. ડી. કે. શાહ અને તેમની સાથે રહેલા કાર્યકરો જયારે પાટાપલ્લી ગામે પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિને જોઇને સર્વેનું હૃદય ધ્રવી ઉઠયું હતું. ઉત્તરસંડા યોગાશ્રમના માતાજીએ સ્થળ પર પહોંચીને ડી. કે. શાહ અને કાર્યકરોને ત્યાંની પરિસ્થિતિની વિગતો આપી અસરગ્રસ્ત પરિવારોને માતાજી, ડી. કે. શાહ તથા કાર્યકરોએ સાથે લઇ ગયેલ સાધન-સહાયની સામગ્રીનું વિતરણ કર્યું હતું.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરા: હરિધામ સોખડાના યોગી ડિવાઇન સોસાયટીનું નેતૃત્વ પ્રેમસ્વરૂપ સ્વામીજી કરશે

ProudOfGujarat

નર્મદા ડેમ એ સીઝનમાં પ્રથમવાર 138.27 મીટર સપાટી વટાવી.

ProudOfGujarat

વડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!