Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણનો કરાયો શુભારંભ.

Share

૧૨ થી ૧૪ વર્ષના વયના બાળકોને કોરોના વેક્સીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલા અભિયાનમાં દેડીયાપાડાના ખટામ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ભદામ ગામની પ્રાથમિક શાળા ખાતેથી કરાયું એ ઉપરાંત તિલકવાડાની એકલવ્ય પ્રાથમિક શાળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કે.પી પટેલની ઉપસ્થિતિમાં ૧૨ થી ૧૪ વર્ષની વયના બાળકો માટે કોરોના રસીકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. નર્મદા જિલ્લામાં ૧૨ થી ૧૪ વર્ષની વયના એકપણ બાળક કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લામાં રાજપીપલા શહેરી વિસ્તાર સહિત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ જેટલા સેન્ટરો ખાતેથી કોરોના વેક્સીનેશનની રસી આપવામાં આવી રહી છે. જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષની વયના કુલ-૩૨ હજાર જેટલા બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનિય છે કે, સરકારની માર્ગદર્શિકા મુજબ તબક્કાવાર વેક્સીનેશન ચાલી રહ્યુ છે. ત્યારે ૧૨ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકોને પ્રથમ ડોઝ લીધાના ૨૮ દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ૧૫ થી ૧૮ વર્ષના વયજૂથના કિશોરોને કોવિડ-૧૯ ની વેક્સીન આપવા ઉપરાંત ૬૦ વર્ષથી વધુ વયના સિનીયર સિટીઝનને વેક્સીનનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ રસીકરણ અભિયાનનો ખટામ ખાતેથી પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શન દ્વારા તબક્કાવાર પાત્રતા ધરાવતા ૧૫ થી વધુની વયના લોકોને કોવિડની રસી આપવામાં આવી રહી છે. જેનો શહેરી વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ ખૂબ જ ઉત્સાહથી વેક્સીન લઇને કોરોના સંક્રમણને અટકાવી શકવામાં સફળ બન્યાં હોવાનું જણાવ્યું હતું. આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાનમાં જિલ્લાના તમામ ૧૨ થી ૧૪ વર્ષની વય ધરાવતા બાળકોએ પ્રથમ ડોઝ લઇ ૨૮ દિવસ બાદ સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ પણ લઇ લેવા અપીલ કરી છે.

આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓએ આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોને જિલ્લામાં વેક્સીનેશનની શ્રેષ્ડ કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરી બિરદાવ્યાં હતાં.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ શહેર પોલીસે જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસના છ ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલીયા બ્રિજ પાસે ડિવાઈડર તોડી ટ્રક લટકી પડી…

ProudOfGujarat

ખેડાના હરીયાળા ગામે યુવતીને બે ટિવન્સ દિકરીઓ થઈ હવે તને દિકરા નથી થવાના તેમ કહી પરિણીતા પર ત્રાસ ગુજારતા ફરીયાદ નોંધાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!