Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો થયો પ્રારંભ.

Share

કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલીવાર મોટી સંખ્યામા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની જાહેર પરીક્ષાનો પ્રારંભ ભારે ઉત્સાહજનક વાતાવરણમા થયો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો આજે નર્મદા જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે રાજપીપલાની કન્યા વિનય મંદિર સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલ અને સ્વૈચ્છિક સંસ્થાતથા શાળાના સ્ટાફગણ વગેરેએ પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે ચોકલેટથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ – કારકિર્દીની માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૯,૬૯૧ જેટલા વિધાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લાયઝન અધિકારીઓ સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખી રહયાં છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરિક્ષા આપી પરિક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલી બોર્ડની આ બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- ૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૬૯૧ વિદ્યાર્થીઓ માટે ૩૨ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૪૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩,૯૧૮ પરીક્ષાર્થીઓ માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૨૪ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિધાલય અને શ્રીમતી સૂરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નિવાલ્દા ખાતે ૫૦ બ્લોકમાં ૧૦૧૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

આ પ્રસંગે જિલ્લાઇ શિક્ષણાધિકારી જ્યેશભાઇ પટેલે રાજપીપલાની કન્યા વિનય મંદિર સ્કૂલ અને એમ.આર. વિદ્યાલયના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કર્યાં હતાં. ત્યારબાદ પટેલે તમામ પરીક્ષા કેન્દ્રોનું સીસીટીવી કેમેરાથી થતા મોનીટરીંગની મુલાકાત લઇને પરીક્ષા કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતને ભારત સરકાર દ્વારા કિસાન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પ્રાણી અત્યાચાર નિવારણ સમિતીની કારોબારી સભાની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયાનાં ગુમાનદેવ પાસે રેલવે ક્રોસિંગ શનિ અને રવિવારે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!