Proud of Gujarat
FeaturedGujaratINDIA

પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે ખેડૂતોને પાણી આપવા મુખ્યમંત્રીનો નિર્ણય.

Share

સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ ન હતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી. પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે.

તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી માનનીય મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે એક પાણી આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે. આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે. સરકારના આ નિર્ણયને અનેક ધારાસભ્યો,પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ વધાવીને આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં ફરી એકવાર કેમિકલમાંથી ડ્રગ્સ બનાવતું પ્રોસેસીંગ યુનિટ જપ્ત કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના 11 સરકારી શાળાના ધો-6,7 ના વર્ગો નવા શૈક્ષણિક સત્ર સાથે બંધ કરાયા.

ProudOfGujarat

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!