Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાના અણીજરા ગામે ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજયું.

Share

નાંદોદ તાલુકાના અણીજરા ગામ પાસે આવેલ ઢાળવાળા રસ્તા પર ટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું હતું. જયારે બે ને ગંભીર ઇજા થવા પામી હતી.

આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદી જયદિપભાઈ નટુભાઈ બારીયા ( રહે.સોઢલીયા તા.નાંદોદ) એ આરોપી અર્જુનભાઈ મગનભાઈ બારીયા (મીની ટ્રેક્ટર રજી.નં.GJ-22-8031 નો ચાલક (રહે.સોઢલીયા તા.નાંદોદ) સામે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર આરોપી પોતાના કબજાનુ મીની ટ્રેક્ટર જેનો રજી.નં GJ-22-8031 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટર પલટી ખવડાવી સાહેદ સુમિતભાઈ બારીયાને ડાબા હાથના કોણીના ભાગે ઇજા તથા આરોપીને પણ ડાબા પગના પંજાના ઉપરના ભાગે ઇજા કરેલ હોય તથા શિવમભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નર્મદા જીલ્લા કક્ષાની ચિત્ર સ્પર્ધામાં રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલના દેવ શાહે હેટ્રિક મારી  અગાઉ સ્કૂલ અને તાલુકા કક્ષા એ પ્રથમ નંબર બાદ હાલ જીલ્લા કક્ષા એ દ્વિતીય સ્થાન મેળવ્યું 

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ પી.આઈ ઇન્ડસ્ટ્રીઝ પાસે બે ગાયો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામતા તંત્ર ઉપર સવાલ ઉઠ્યા..

ProudOfGujarat

ભરૂચની આરતી ઇન્ડસ્ટ્રીઝનાં વોક ઇન ઇન્ટરવ્યુમાં કોરોનાની ગાઈડલાઇનનાં સરેઆમ ધજાગરા ઉડયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!