Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આરતી ઇન્ડસ્ટ્રીઝનાં વોક ઇન ઇન્ટરવ્યુમાં કોરોનાની ગાઈડલાઇનનાં સરેઆમ ધજાગરા ઉડયા…

Share

ભરૂચનાં એ.બી.સી. સર્કલ પાસે એક હોટલમાં ખાનગી કંપનીનું ઇન્ટરવ્યુ હોય ખાનગી કંપનીનાં ઇન્ટરવ્યુમાં અનેક ઉમેદવારો ઉમટી પડતાં કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ઉલાળિયો થતો જોવા મળ્યો છે.

ભરૂચનાં એ.બી.સી. સર્કલ પાસે રિજન્ટા હોટલમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીનાં ઇન્ટરવ્યુમાં સરકારી ગાઈડલાઇનનો ઉલાળિયો થતો હોય આથી આ ખાનગી કંપનીનાં પાંચ જેટલા અધિકારીઓની ભરૂચ સી ડીવીઝન પોલીસે અટકાયત કરી છે.

ભરૂચમાં અનેક ખાનગી કંપનીઓ આવેલ છે. આ કંપનીમાં સ્થાનિક ઉમેદવારોની ભરતી કરવાની હોય ટૂંક સમય પહેલા જ આરતી ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીને વાયુ પ્રદૂષણ મુદ્દે GPCB દ્વારા રૂ.10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો તેની શાહી હજુ સુકાય નથી તેવામાં ફરી એક વખત આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની ચર્ચાનાં એરણે ચઢી છે આજે આ કંપનીમાં વોક ઇન ઇન્ટરવ્યુ ચાલતું હોય તે દરમિયાન અનેક નોકરી વાંચ્છુક લોકોના ટોળા એકત્ર થતાં ફરી એક વખત આ ખાનગી કંપનીનાં પાંચ જેટલા અધિકારીની અટકાયત કરી છે.

ભરૂચ જીલ્લામાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝનાં વોક ઇન ઇન્ટરવ્યુ હોટલ રિજન્ટામાં ચાલતા હોય જેમાં 250 થી વધુ ઉમેદવારોનું ટોળું એકત્ર થતાં સરકારની કોરોનાની ગાઈડલાઇનનો સરેઆમ ધજાગરા ઉડયા હતા. આ જાહેરનામાનાં ભંગ બદલ સિટી સી ડીવીઝન પોલીસે ભંગનો ગુનો દાખલ કરી આ કંપનીનાં અધિકારીની અટકાયત કરી છે.

Advertisement

અહીં નોંધનીય છે કે અવાર-નવાર ભરૂચનાં અંકલેશ્વરમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની કોઈને કોઈ કારણસર કંપની લાઈમ લાઇટમાં રહે છે, તાજેતરમાં આ કંપનીને GPCB દ્વારા રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો અને કલોઝની નોટિસ પણ પાઠવી હતી તેવામાં આજે કંપની દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુની ગોઠવણ કરવામાં આવતા કોરોના કાળ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સનાં અભાવને કારણે ફરી એક વખત કંપનીનાં અધિકારીઓને ભરૂચ સી ડીવીઝન પોલીસે અટકાયત કરી છે. તો બીજી તરફ આ દ્રશ્યો સામે આવતા કહી શકાય છે કે અહીં સ્થાનિક લોકો અને ખાસ કરીને યુવાનો બેરોજગારીનો શિકાર બનેલા છે. ખાનગી કંપનીનાં આ વોક ઇન ઇન્ટરવ્યુમાં ભરૂચનાં અનેક બેરોજગારો ઉમટી પડતાં સરકારે પણ વિચારણા કરી બેરોજગારી નાબૂદ કરવા પ્રયત્નો હાથ ધરવા જોઈએ તેવું અહીં આ દર્શયો જોતાં લોકોએ જણાવ્યુ હતું.


Share

Related posts

ઝઘડિયાના ઇન્દોર ગામે મહિલા સરપંચને જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહેતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

બોરસદની શાળાના દિવ્યાંગ વિધ્યાર્થીએ જી મેઇનસ પરિક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરી.

ProudOfGujarat

નેત્રંગ ગાંધી બજાર ખાતે આવેલ અમરેશ્વર મહાદેવ મંદિર ખાતે પતિના દીર્ઘાયુષ માટે સૌભાગ્યવતી બહેનોએ વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!