Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં રોયલ કોમ્પ્લેક્ષમાં ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર….

Share

ભરૂચનાં એમ.જી. રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્ષ ખાતેથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર આજે સવારે ભરૂચનાં એમ.જી. રોડ પર આવેલા રોયલ કોમ્પ્લેક્ષની વચ્ચેનાં ભાગમાં જમીન પર એક ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા ઘટના સ્થળે તુરંત જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. અત્યંત ઇજાગ્રસ્ત હાલતમાં આ યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. રહસ્યમય રીતે આ વિકલાંગ યુવાનનો મૃતદેહ રોયલ કોમ્પ્લેક્ષ ખાતેથી મળી આવ્યો છે. આ યુવકનાં મૃત્યુનું રહસ્ય અકબંધ રહ્યું છે. આખરે આ યુવકનું મોત આત્મહત્યાથી થયું છે કે અકસ્માતનાં કારણે થયું છે તેનો તાગ મેળવવા ભરૂચ બી ડીવીઝન પોલીસે તપાસ આરંભી છે. પોલીસે હાલ રોયલ કોમ્પ્લેક્ષ ખાતેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલ્યો છે અને આ મૃત યુવકનો મૃતદેહ કયાં કારણોસર રોયલ કોમ્પ્લેક્ષમાંથી મળી આવ્યો તેની વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દેરોલ ખાતે ધી WBVF બચત અને ધિરાણ મંડળીની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે બિસ્માર રસ્તાઓ અંગે ભરૂચ શહેર કોંગ્રેસનો હલ્લાબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!