Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ નદીમાં વધુ પાણી છોડતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી બંધ કરાતા પુલનું બાંધકામ વિવાદમાં.

Share

તાજેતરમાં કરજણ નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ પુલને ફરીથી વધુ નુકશાન થવાને કારણે સત્તાવાળાઓ આ પુલને હાલ બંધ કરી દીધો છે. રાહદારીઓ અને વાહનો જઈ ન શકે તે માટે બેરીકેડ મૂકી પોલીસ મૂકી દેવાઈ છે.

આ અગાઉથી ક્ષતીયુક્ત થયો હતો ત્યારે થોડું સમાર કામ કરીને ફરીથી તેને ચાલુ કરાયો હતો બે વખત પુલનું ઉપર છલ્લુ સમાર કામ કર્યા પછી હવે ત્રીજી વખત પુલને વધુ નુકશાન થતા પુલને ફરી એકવાર બંધ કરી દેવાતા આ પુલના તકલાદી કામ અંગે અનેક સવાલો ઉભા થયાં છે. પુલના બે પિલ્લરોને નુકશાન જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની પુલ અત્યંત જોખમી બન્યોછે પુલ વચ્ચેથી વધુ બેન્ડ વળીજતા વાહનો માટે પુલ બંધ કરાયો છે.

આ પુલ જોઈન્ટ માથી તિરાડો વધુ પહોળી બની બે સ્લેબ બેસી જતા પુલ અત્યંત જોખમી બન્યો હતો. જેને કારણે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું. ફરીથી આ પુલને બંધ કરવામાં આવ્યો હતો. હાલ માર્ગ મકાન વિભાગ દ્વારા રોડ ની બન્ને સાઇડે બેરિકેડ અને રેલિંગ સળિયા મારી મોટાં વાહનો માટે માર્ગ બંધ કરી દેવાયો હતો.

Advertisement

આમ પુલનું કામ તકલાદી હોવાનું પુરવાર થયું છે પણ આજદીન સુધી કોઈ તપાસ થઈ નથી કે જવાબદાર એજન્સી અને કોન્ટ્રાકટર સામે કેમ પગલાં લેવાયા નથી? એ પ્રશ્ન લોકોના ચર્ચાઈ રહ્યો છે. માંડ વર્ષ પહેલા લોકર્પણ વગર ચાલુ કરી દેવાયેલ પુલના તકલાદી બાંધકામ સામે ફરી અનેક સવાલો ઉઠ્યા છે. સરકાર કરોડોના ખર્ચે નવા પુલ બનાવે છૅ પણ ગુણવત્તા ન જળવાતા ભ્રષ્ટાચાર અને ખાયકીને કારણે નબળા પુલ બનતા હોય છે ત્યારે આની સઘન તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠી છે.

રાજપીપળા ખાતે આવેલ કરજણ નદી ઉપર હમણાં થોડા વખત પહેલા સામે પાર આવેલ રામગઢ ગામ અને રાજપીપળાને જોડતો કરજણ નદી ઉપર નવો પુલ બનાવ્યો બનાવ્યો હતો. જે ટૂંકા ગાળામાં જ વચ્ચેથીઆજે અચાનક બેન્ડ વળી ગયો હતો. અને વચ્ચેથી જેથી બેસી ગયેલો દેખાતો હતો. બંને સાઇડના કાંગરા પણ તૂટી ગયાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ પુલના બાંધકામનું કામ કઈ એજન્સી અને ક્યા કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું? તેમણે આ તકલાદી કેવી કામગીરી કરી છે? તેની તાત્કાલિક તપાસ થવી જોઇએ. અને કોન્ટ્રાક્ટરો અને એજન્સી સામે કાયદે સરના પગલા લેવા જોઈએ. તેમજ તેની સામે તમામ ખર્ચ વસુલ કરાવી પુલનું સમારકામ કરાવવું જોઈએ. શું આ પુલ તૂટી જાય કે કોઈ જાનહાની થાય એની રાહ જોવાઈ રહી છે? અધિકારીઓ પોતેઆ પુલની મુલાકાત લે અને નિરીક્ષણ તેમજ આ પુલ બેસી કેવી રીતે ગયો તેની તાત્કાલિક તપાસ કરાવે અને જવાબદારો સામે કાયદેસરના પગલાં લેવડાવે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

દીપક જગતાપ, રાજપીપલાલા


Share

Related posts

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

સગીરા પર બળાત્કારના ગુનામાં આરોપીને ફાંસીની સજા ફટકારતી નડિયાદની અદાલત.

ProudOfGujarat

ઝઘડિયામાં ઓવરલોડ,રોયલ્ટી ચોરી,અને ખનિજ વહન કરતી ટ્રકોને નાયબ કલેકટરની ટુકડીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!