Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : કરજણ ડેમને તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો.

Share

આઝાદીના અમૃત મહોત્સવ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભરૂચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમને પણ પણ તિરંગાના ત્રણ રંગોની લાઇટિંગથી સજાવાયો છે. કરજણ ડેમનો રાત્રીનો લાઇટિંગનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.

નર્મદાના ઉપરવાસમાંથી પાણીની આવક વધતા રુલ લેવલ 108.69 મીટરની સપાટીથી લેવલ વધીને કરજણ ડેમની સપાટી 109.38 મીટર વધી જતા ડેમના બે ગેટ ખોલી 5651 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

Advertisement

ડેમના 4 અને 6 નંબરના 0.60 મીટરના બે ગેટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમ 70.69% ભરાયો છે. સ્મોલ હાઇડ્રોપાવરમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. જેને કારણે હાલ દૈનિક 70 હજાર યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કરજણ ડેમમાંથી 10,431 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે તેની સામે 5651 ક્યુસેક જાવક નોંધાઈ છે. ડેમનો ગ્રોસ સ્ટોરેજ 380.86 મિલિયન ઘન મીટર તથા લાઈવ સ્ટોરેજ 356.85 મિલિયન ઘન મીટર નોંધાયું છે.

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનની વાપસી નક્કી છે, પણ દર્શકોએ આપ્યો મોટો પડકાર.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકાનાં સફાઈકર્મીઓ પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઊતર્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે આધારકાર્ડમાં મોબાઇલ નંબર અપડેટ કરવાનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!