Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેન્દ્રીય કેબિનેટે ભારતની 12 ગેરઆદિવાસી જાતિઓને ST માં સામેલ કરતાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે કલેકટરને આવેદન પાઠવ્યું.

Share

કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 14-9-2022 ના રોજ 12 બિન આદીવાસીનો આદીવાસી સમાજમા સમાવેશ કરવામાં આવ્યો જેનો સાચા આદીવાસી સમાજ વિરોધ કરે છે. જેના સંદર્ભમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવાની આગેવાનીમા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ તથા આદીવાસી સમાજના યુવાનો સાથે નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને આગામી સમયમા આ ઠરાવ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજ તથા કૉંગ્રેસના કાર્યકરો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તા. 14-9-2022 ના રોજ કેન્દ્રીય કેબિનેટે ભારતની 12 ગેરઆદિવાસી જાતિઓને ST માં સામેલ કરીને આદિવાસીઓ સાથે ઘોર અન્યાય કર્યો છે અને આદિવાસી સમાજના દરેક પાર્ટીના સાંસદો તથા આદીવાસી સમાજના આગેવાનોને વિશ્વાસમા લીધા વિના ઠરાવ કરવામાં આવ્યો છે તથા આદીવાસી સમાજ સાથે અન્યાય કર્યો છે. એકબાજુ આદીવાસી સમાજના લોકોને સરકારી નોકરી મળે તો એમના પાસે 1950/60 પહેલાના પુરાવા માંગવામા આવે છે 73AA, તથા ધોરણ 1 ભણ્યા હોય એનો શાળાનો વાયપત્રક ઉતારો, તથા પિતા જે શાળામા ભણ્યા હોય એનીડીટેલ, પેઢીનામું, એવા 10 થી 12 જાતના પુરાવા માંગવામા આવે છે તો પછી 12 બિન આદીવાસી સમુદાયોને કયા બેઝ પર st મા સમાવેશ કર્યો.

કેન્દ્ર સરકાર દ્વારા ST માંથી ખોટા કર્યો છે. અને સાચા આદીવાસી તથા અનામત પ્રતીકાર કરીને સાચા આદિવાસીઓને દુર કરીને સાચા આદિવાસીઓ સાથે અન્યાય વહેલી તકે નિરાકરણ લાવી આદીવાસી સમાજને ન્યાય આપે નહિતર આવનારા સમયમાં સરકાર ઉગ્ર આંદોલન કરશે એવી ચીમકી આપી હતી. જેમા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશભાઇ વસાવા તથા નર્મદા જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા, ગરુડેશ્વર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ શૈલેષ ભાઇ તડવી, વિધાનસભા પ્રમુખ જીલ્લા પંચાયત વઘરાલી સદસ્ય ડૉ. નિતેશ તડવી તથા આદીવાસી સમાજના યુવાનો હાજર રહ્યા હતા.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિકજામની સ્થિતિ યથાવત : સમસ્યાનો અંત ક્યારે ..?

ProudOfGujarat

અમદાવાદનાં ઘુમામાં કન્ટ્રક્શન સાઈટ પર પાલક તૂટતા ત્રણ શ્રમિકના મોત

ProudOfGujarat

ભરૂચ : એ.પી.એમ.સી. વાલીયાનાં ચેરમેન પદે સંદિપસિંહ માંગરોલા તથા વાઇસ ચેરમેન પદે હાર્દીકસિંહ વાંસદીયાની બિન હરીફ વરણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!