Proud of Gujarat
INDIAFeaturedGujarat

પંજાબના અટારી બોર્ડરથી શરૂ થયેલી બીએસએફની બાઈક રેલીનું એકતાનગર ખાતે સમાપન કરાયું.

Share

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ કરતા અટકે તેવા શુભ આશયથી પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી નીકળી હતી. આ બાઈક રેલી દેશના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને અંદાજે ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓક્ટોબર, ૨૦૨૨ ની સાંજે એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં આવી પહોંચી હતી. આ રેલીનું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં બીએસએફના આઈ.જી. જી.એસ. મલિક, નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, સીઆઈએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ સહિત જિલ્લા વહીવટીતંત્રના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાગત કરી ફ્લેગ ઈન (સમાપન) કરવામાં આવ્યું હતું.

બીએસએફની બાઈક રેલીના સમાપન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અટારી બોર્ડરથી શરૂ કરાયેલી ભારતીય સેનાની બાઈક રેલી દેશના અનેક રાજ્યોમાંથી પસાર થઈને સ્વતંત્રતા બાદ દેશના રજવાડાઓને એકઠા કરનારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે આવી પહોંચી છે, ત્યારે આ સુરક્ષા જવાનોની દેશભાવના જોઈ અત્યંત ગર્વની લાગણી અનુભવ છું. દેશની તમામ સુરક્ષા પાંખો અને તેમાં સેવારત જવાનો પરિવારની પણ ચિંતા કર્યા વિના સમાજ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહે છે. તેઓ દેશની સીમાની સુરક્ષા તો કરે જ છે પણ જનતામાં એકતાનો સંદેશો ફેલાવી જાગૃત્તિનું કામ પણ કરી રહી છે. દેશની સુરક્ષા અને સેવામાં જોડાયેલી બહેનો જેઓ મહિલાઓના રાષ્ટ્રપ્રેમની ભૂમિકા દર્શાવે છે.

દેશમાં નશાકારક દવાઓનો દુરઉપયોગ રોકવા માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના અભિયાન સાથે અઢારી બોર્ડરથી તા.૨ જી ઓક્ટોબરના રોજ રવાના થયેલી બાઇક રેલીમાં બીએસએફના ૩૦ બાઈકર્સ જેમાં ૧૫ પુરુષ અને સીમા ભવાનીની ૧૫ મહિલા રાઈડર્સ સામેલ હતી. આ રેલી જલંધર, અબોહર, બિકાનેર, જોધપુર, ઉદયપુર, માઉન્ટ આબુ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને ગુજરાતમાં પાલનપુરથી પ્રવેશ કરી ગાંધીનગર, વડોદરા થઈને કુલ ૨૧૬૮ કિ.મી. નું અંતર કાપીને તા.૧૧ મી ઓકટોબર,૨૦૨૨ ને મંગળવારના રોજ એકતાનગર (કેવડીયા) ખાતે આવી પહોંચતા રેલીનું સમાપન કરાયું હતું.

આ અવસરે એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફના જવાનો અને મહિલા સીમા ભવાની બાઇકર્સ ગ્રુપ દ્વારા વિવિધ કરતબો દર્શાવાયા હતા. આ રાઇડર્સ ગ્રુપે તેમના કરતબો દર્શાવી અગાઉ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું સ્થાન અંકિત કર્યું છે. એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે બીએસએફની બેન્ડ ટીમ દ્વારા દેશભક્તિના ગીતોની સુરાવલી પણ પ્રસ્તુત કરાઈ હતી. બીએસએફના જવાનોએ સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે ભાંગડા નૃત્ય રજૂ કર્યું હતું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને બતાવેલી આરોગ્યની ગુરુચાવી એવા યોગાનું બીએસએફ ગુજરાત વિંગ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝઘડિયા તાલુકાના ખરચી ગામ નજીક લોકોનું રસ્તા રોકો આંદોલન, બિસ્માર માર્ગના કારણે લોકોએ વિરોધ કર્યો.

ProudOfGujarat

સુરતમાં 2 શાળામાં 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ: ખળભળાટ મચ્યો..!

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં તરબૂચની ખેતી કરનારાઓને ઓછો વેચાણ ભાવ મળતાં ઉત્પાદકો ચિંતિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!