Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તા. 31 મીએ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એકતા પરેડમાં ભાગ લેશે.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં 31 મી ઓક્ટોબરે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે “રાષ્ટ્રીય એકતા દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે આ ઉજવણીમાં સહભાગી થઈને સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન રાષ્ટ્રીય એકતા પરેડમાં પણ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં 8 પ્લાટૂન જોડાશે, જેમાં BSF, હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણા, ત્રિપુરા અને NCC ના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર ભાગ લેશે. આ ઉપરાંત તાજેતરમાં જ જે પોલીસ અધિકારી-કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ આ પરેડમાં જોડાશે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં એકતા પરેડ ઉપરાંત બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ, ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ, સ્કૂલ બેન્ડ પરફોર્મન્સ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઈ પટેલની 31 મી ઓક્ટોબરે જન્મ જયંતીએ “રાષ્ટ્રીય એકતા દિવસ”ની આ વર્ષે પણ થશે. ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 31 મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. જ્યાં વડાપ્રધાન સરદાર પટેલને પુષ્પાંજલિઅર્પણ કરશે અને ત્યારબાદ રાષ્ટ્રીય એકતા પરેડમાં 8 પ્લાટૂન ભાગ લેશે. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીશા, તેલાંગણાની પ્લાટૂન ભાગ લેશે. એ ઉપરાંત રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના 54 ફ્લેગ બેરરનું પ્લાટૂન પણ પરેડમાં જોડાશે. ઉપરાંત ત્રિપુરા, BSF અને NCC ના પ્લાટૂન પણ પરેડમાં ભાગ લેશે. જ્યારે આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવનારા પોલીસ કર્મીઓ પણ પરેડમાં જોડાશે સાથે સાથે બેન્ડ પ્લાટૂનના પરફોર્મન્સ અને કેન્દ્રીય સશસ્ત્ર દળોની ઇવેન્ટ યોજાશે. જેમાં ડોગ શો, કલરીપયટ્ટુ, વેપન્સ ડ્રીલ અને સ્કૂલ બેન્ડ પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાત સાંસ્કૃતિક વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેની હાલ તડામાર તૈયારીઓ સાથે રીહર્સલ થઈ રહ્યું છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

પાલેજ નવી નગરીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

માંગરોળમાં ધોરણ.3 ની લાયકાતવાળી જી.આર.ડી ભરતીમાં શિક્ષિત ઉમેદવારો ભરતીમાં જોડાવા મજબૂર બન્યા.

ProudOfGujarat

ભરૂચ : નદી કાંઠા વિસ્તારમાંથી મળી આવી અજાણ્યા યુવકની લાશ,જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!