Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચની આચારસંહિતાના ચુસ્ત અમલ માટે મુખ્ય જિલ્લા નોડલ અધિકારીઓની નિમણુક કરાઇ.

Share

ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ નર્મદા જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાના અમલ સાથે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં આ ચૂંટણીઓ યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવની સમગ્ર જિલ્લા માટે મુખ્ય નોડલ અધિકારી તરીકે કરાયેલી નિમણૂંક સંદર્ભે જાદવ તેમની કામગીરી-જવાબદારીઓ સંભાળી રહ્યા છે.

તેવી જ રીતે નાંદોદના રાજપીપલા શહેરી વિસ્તાર અને પાંચેય તાલુકાઓમાં પણ તાલુકા નોડલ અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. જેમાં રાજપીપલા શહેરી વિસ્તાર માટે નગરપાલિકાના ચીફ ઓફિસર, નાંદોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે નાંદોદના આયોજન અધિકારી-સહ-તાલુકા વિકાસ અધિકારીને, સમગ્ર ગરૂડેશ્વર તાલુકા માટે ગરૂડેશ્વરના તાલુકા વિકાસ અધિકારી, સમગ્ર તિલકવાડા તાલુકા માટે તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારી, સમગ્ર દેડીયાપાડા તાલુકા માટે દેડીયાપાડાના તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર સાગબારા તાલુકા માટે સાગબારાના તાલુકા વિકાસ અધિકારીને સંબંધિત તાલુકાઓના નોડલ અધિકારી તરીકે કરાયેલી નિમણૂંક અન્વયે આદર્શ આચારસંહિતાના અમલની કામગીરી સંભાળી રહ્યાં છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લામાં ૧૦૮ ના કર્મચારીઓએ મતદાન મથકોમાં મતદાન કર્યું.

ProudOfGujarat

સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકામાં હદ વિસ્તરણ મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19) વધુ ૨ પોઝીટીવ કેસ નોંધાયા કુલ ૨૫ પોઝીટીવ કેસ : ૨ દર્દીનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!