Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લામાં ડીસ્ટ્રીકટ જજની ટ્રાન્સફરનો બાર એસોશીએશન એ વિરોધ નોંધાવ્યો.

Share

સારા અધિકારીઓ શિક્ષકો આચાર્યની બદલી થાય કે નિવૃત્ત થાય ત્યારે તેના સારા કામોને યાદ કરી તેનું ભવ્ય સન્માન કરાય છે એ સ્વાભાવિક છે પણ નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર એક એવી ઘટના બની છે કે જેમાં કોર્ટનાં સારી કમગીરી માટે લોકપ્રિય થયેલા જ્જની બદલી થતાં તેમની બદલી અટકાવવા નર્મદા બાર એસોશીએશન મેદાને પડ્યું છે. નર્મદાના ઇતિહાસમાં પહેલીવાર ડીસ્ટ્રીકટ જજની ટ્રાન્સફરનો બાર એસોશીએશન એ વિરોધ નોંધાવી ડીસ્ટ્રીકટ જજ એ.આર.પટેલની ટ્રાન્સફર રદ કરવામાં ન આવે ત્યા સુધી અચોકકસ મુદતની હડતાળ જાહેર કરતા ચકચાર મચી જ્વા પામી છે.આ અંગે ટ્રાન્સફરનો વિરોધ કરી મહત્વનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હોવાનું બાર પ્રમુખ વંદના ભટ્ટે જણાવ્યું છે.

ઘટનાની વિગત અનુસાર તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોશીએશનની બાર રૂમ ખાતે મહત્વની મિટિંગ બોલાવાઈ હતી. આ મીટીંગમાં હોદેદારો સહીત બાર એશોસીએશનના હાજર રહેલા સભ્યોઓએ ડીસ્ટ્રીકટ જજ એ.આર.પટેલ સાહેબની અચાનક થયેલ ટ્રાન્સફર બાબતે વિરોધ નોંધાવતા એક મહત્વનો ઠરાવ સર્વાનુમતે કરવામાં આવ્યો છે. ડીસ્ટ્રકીટ જજ પટેલ ખુબ જ સરળ અને સતત કાર્યશીલ રહેતા ખુબ જ ઉમદા જજ સાહેબ છે. તેઓ હંમેશા સહાનુકુળ તથા અનુકુળ સ્થિતિને સતત ધ્યાનમાં રાખી નર્મદા જીલ્લા ડીસ્ટ્રીકટ કોર્ટની સંપુર્ણ ઉત્કર્ષ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહયા છે. તેઓ હજી ૬ મહીના અગાઉ જ નર્મદા ડીસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સી. ડીસ્ટ્રીકટ જજ તરીકે ચાર્જ સંભાળેલ. જો આવા ટુંકાગાળાના સમયમાં જ સાહેબની ટ્રાન્સફર થતી રહેશે તો કાર્યપ્રણાલીમાં પણ સ્થિરીકરણ આવી શકશે નહી. જેનાથી ત્વરીત ન્યાયમાં વિક્ષેપ પડે છે તેમજ કેસોનું ભારણ વધે છે. તેઓએ ખુબ જ ટુંકા ગાળામાં ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટનની કામગીરી ખુબ જ સરળતાથી તેમજ સારી રીતે પાર પાડેલી.

Advertisement

ત્યારબાદ નવી ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગની વ્યવસ્થાપન ગોઠવવામાં ખુબજ ટુંકા સમયમાં બાર અને બેન્ચે વચ્ચે સંકલન રાખીને સફળતા પુર્વકની કામગીરી
કરેલ છે. હજી ઘણી વ્યવસ્થાઓ નવી કોર્ટ બિલ્ડીંગમાં કરવાની બાકી છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં મહતમ કામગીરી પુર્ણ કરેલ હોય અને બાકીની કામગીરી સાહેબના અઘ્યક્ષ પણામાં ઘણી સફળતાપુર્વક પુર્ણ થઈ શકે તેમ છે. તેઓ બાર અને બેન્ચ વચ્ચે યોગ્ય સંકલન કરી સરળતાપુર્વક સમગ્ર કામગીરી પાર પાડી શકે તે હેતુથી પણ તેઓની હાલમાં થયેલ ટ્રાન્સફર રોકવામાં આવે એવી સખત રજુઆતો થયેલ છે. એ સાથે એન.ડી.બી.એ.ના સભ્યો જણાવે છે કે તેઓ જયુડીશ્યરીની કામગીરીમાં પણ જુનીયરોને પ્રોસીજર તેમજ રજુઆતો યોગ્ય રીતે કરી શકે તેવો માહોલ પુરો પાડે છે. હવે જયારે તેઓની નિવૃતીના અલ્પ મહિના બાકી રહેલ છે. ત્યારે બાકીનો સમય અત્રે જ પુર્ણ કરે તે અમો સર્વાનુમતે ઠરાવીએ છીએ. આદીવાસી વિસ્તાર એવા નર્મદા જીલ્લામાં પોતાની આગવી શૈલીથી સૌના સાથ તથા સહકારથી જે કાર્ય તેઓ દ્વારા કરવામાં આવે છે. તેને પણ ધ્યાને લઈ નિવૃતી સમય અત્રે પુર્ણથાય તેવી અમો નર્મદા જીલ્લા બાર એસોશીએશનના સભ્યો આ સાથે હાઈકોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે હાઈકોર્ટ પાસેથી કોઈપણ માંગણી કરેલ નથી. આ અમારી પ્રથમ વખતની રજુઆત છે.અને જે ૨જુઆતને હાઈકોર્ટે માન્ય રાખશે જે માટેનો માટે નીચે ઠરાવ કરવામાં આવ્યો છે. ઠરાવમાં નર્મદા જીલ્લા બાર એસોશીએશને ઠરાવ્યું છે કે બપોરે ૩ વાગ્યાથી જયા સુધી ડીસ્ટ્રીકટ જજ એ.આર.પટેલની ટ્રાન્સફર રદ કરવામાં ન આવે ત્યા સુધી અચોકકસ મુદતની હડતાળ જાહેર કરવાનું ઠરાવ્યું હતું અને હડતાળના સમય દરમ્યાન જામીન અરજી સીવાયના તમામ કામોથી એન.ડી.બી.એ.ના તમામ સભ્યોધ્વારા ચલાવવામાં આવશે નહી એવો પણ ઠરાવ કરવામાં આવ્યો છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લા સહિત અંકલેશ્વર તથા નેત્રંગ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લોકોએ દાન પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી

ProudOfGujarat

પાલેજ જી.આઈ.ડી.સી માં આવેલી ભવાની કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!