Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રઝલવાડા નજીક મોટરસાયકલ સ્લિપ થતાં ઇજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રઝલવાડા અને પીપલપાન ગામના બસ સ્ટેન્ડ વચ્ચે મોટરસાયકલ સ્લિપ મારી જતા મોટરસાયકલ ચાલક ૨૫ વર્ષીય યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ખાતે રહેતો આકાશભાઇ અનિલભાઇ વસાવા નામનો યુવાન ગત તા.૩૧ મીના રોજ કોઇ કામ માટે મોટરસાયકલ લઇને ગયો હતો. આ યુવકની મોટરસાયકલ રઝલવાડા અને પીપલપાન ગામના બસ સ્ટેન્ડ વચ્ચે સ્લિપ મારી જતા આકાશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને અવિધા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ લઇ જવાયો હતો. ત્યાંથી યુવકને વધુ સારવારની જરુર જણાતા તેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં આ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના બાબતે મૃતકના પિતા અનિલભાઇ બાલુભાઇ વસાવા રહે.રેલ્વે ફાટક નવી વસાહત, રાજપારડી, તા.ઝઘડિયાનાએ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નર્મદા કોલેજની ડાબી બાજુમા આવેલ અવાવરૂ જગ્યાએ આદીવાસી સગીર કન્યા પર ગુજારેલ બરબર બલત્કાર

ProudOfGujarat

નર્મદા-ઉપરવાસમાંથી  32460 ક્યુસેક પાણીની આવક-24 કલાકમાં ડેમમાં  2.5  મીટરનો વધારો..

ProudOfGujarat

વડોદરાની ખાનગી શાળામાં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ, વિદ્યાર્થીની અટકાયત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!