Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : એકતાનગર ખાતે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની નેશનલ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠક યોજાઇ.

Share

એકતાનગર ખાતે વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગની સ્થાયી સમિતિની બેઠકમાં યુપીએસસીના ચેરમેન મનોજ સોનીએ જણાવ્યું હતું કે, જાહેર સેવા માટે લાયક ઉમેદવારોની ભરતી કરવી એ એક પ્રકારે રાષ્ટ્ર નિર્માણનું મહાકાર્ય છે. જે રીતે શિક્ષક એક બાળકને શિક્ષણ આપીને તેમના ભવિષ્યને આકાર આપે છે, એ પ્રકારે જાહેર સેવા આયોગના કર્મયોગીઓ રાષ્ટ્રના ઉજળા ભવિષ્યનું ઘડતર કરે છે.

સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની નેશનલ કોન્ફરન્સની સ્થાયી સમિતિની બેઠકને સંબોધન કરતા દેશની શ્રેષ્ઠ રિક્રુટમેન્ટ એજન્સીના અધ્યક્ષ સોનીએ એમ પણ કહ્યું કે, હવે જમાનો બહુ ઝડપથી બદલાઇ રહ્યો છે. જે સમય પહેલા હતો, એવો સમય હવે નથી. આધુનિક ટેક્નોલોજીના સમયમાં સેવા આયોગના પરિમાણો અને કાર્ય કરવાની પદ્ધતિ પણ બદલાઇ છે. હાલમાં સમયમાં દેશ બહુ સારા સમયમાંથી પસાર થઇ રહ્યો છે. એવા સમયે શ્રેષ્ઠ માનવ સંસધાનને જાહેર સેવામાં લાવવામાં આવી રહ્યો છે.

વિવિધ રાજ્યોના જાહેર સેવા આયોગ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. શ્રેષ્ઠ કર્મયોગીઓની ભરતી કરવા માટે ફાઇલમાં કામગીરી કરવી, વિવિધ તબક્કે પરીક્ષાઓ યોજવી, પરિણામો આપવા ઉપરાંત ભલામણ કરવી એ પણ રાષ્ટ્ર નિર્માણનું કામ છે. સ્થાયી સમિતિની બેઠક માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પસંદગીને યથાર્થ ઠેરવતા સોનીએ કહ્યું કે, ગંગા સ્નાનથી, યુમના આચમનથી મોક્ષ મળે છે, પણ નર્મદા નદીના દર્શન માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સ્થળે સરદાર પટેલ સાહેબની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપવાથી એક ઐતિહાસિક કાર્ય થયું છે. તેમણે જીપીએસીમાં કાર્યરત યુવા અધિકારીઓની કાર્યદક્ષતાને બિરદાવી હતી.

Advertisement

ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન નલિન ઉપાધ્યાયે સ્થાયી સમિતિના સભ્યોનું સ્વાગત કરી એકતાનગર ખાતે આ બેઠકની ભૂમિકા આપી હતી. તેમણે આ બેઠકને વિચારોના આદાનપ્રદાન અને નવી પદ્ધતિઓ જાણવા માટેનું માધ્યમ ગણાવી હતી. સ્થાયી સમિતિના ચેરમેન અને ગોવા જાહેર સેવા આયોગના અધ્યક્ષ જોસ મેન્યુલે બેઠકના એજેન્ડાનું વાંચન કરી આગામી દિવસોમાં લખનોઉ ખાતે યોજનારી નેશનલ કોન્ફરન્સ માટેની મુદ્દાઓની ચર્ચા કરી હતી.

આ બેઠકમાં ઉત્તરપ્રદેશ જાહેર સેવા આયોગના ચેરમેન સંજય શ્રીનેત, આંધ્રપ્રદેશના ચેરમેન દામોદર ગૌતમ સવાંગ, યુપીએસીના સંયુક્ત સચિવ કમલ સક્સેના, સભ્ય આશાબેન શાહ, એસ. કે. પટેલ, અશોક ભાવસાર, ગુજરાતના સચિવ આર. જે. હાલાણી, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

હરિયાણામાં ચોખાના મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતા ઘણા મજૂરો દટાયાની આશંકા

ProudOfGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે ગાયે એક વ્યક્તિને શિંગડા મારતા કરૂણ મોત નીપજયું.

ProudOfGujarat

સાગબારાથી માત્ર 5 કિ.મી.નાં અંતરે નેશનલ હાઇવે પર અમિયાર અને નવીફળી વચ્ચે બસ, કન્ટેનર અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!