Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતા ગામોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે બજેટમા રૂ. ૧૦ કરોડની જોગવાઈ.

Share

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગરની નજીક આવતા ગામોમાં પીવાના પાણી, ગટર વ્યવસ્થા, રોડ રસ્તાની તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતી માળખાકીય સુવિધાઓ વિકસાવવા તેમજ પર્યાવરણની જાળવણી માટે ગુજરાત બજેટમા રૂ. ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે રૂ. ૫૬૫ કરોડની જોગવાઈ કરી છે એ ઉપરાંત ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ મ્યુઝિયમનું નિર્માણ પણ કરાશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ સ્થપાયેલ ૧૮૨ મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમા સંપૂર્ણ દેશને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે. પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહેલ છે. એકતાનગર આજે વિશ્વના નોંધપાત્ર પર્યટન સ્થળ તરીકે ઉભરી રહેલ છે. આદિજાતિ સંસ્કૃતિ, પ્રકૃતિ અને પાણીનાસંગમને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો વિકાસ કરવાનું આયોજન છે. આગામી સમયમાં એકતાનગર ખાતે વિશ્વ કક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

Advertisement

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે પપ કરોડની જોગવાઇ વડનગર ખાતે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય, એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાંઓનું સંગ્રહાલય, દ્વારિકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જીવનચરિત્ર આધારિત દ્વારિકાસંગ્રહાલય, સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય, પાટણ ખાતે સંગ્રહાલય બનાવવાની કામગીરીનું આયોજન કરાયું છે.

સંગ્રહાલયના વિવિધ પ્રભાગોનું ઓનલાઇન નિદર્શન થઇ શકે તે હેતુસર ઓનલાઇન વર્ચ્યુઅલ ટુર બનાવી વેબસાઇટ પર મૂકવાનું આયોજન તેમજ
રાજ્ય રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરીનું તબક્કાવાર આયોજન પણ છે. જયારે ૧૫મા નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકિય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે ૨૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તો ગ્રામ્ય પાણી પુરવઠાઓ યોજનાઓ માટે વિનામૂલ્યે વીજપુરવઠાની યોજના અંતર્ગત સહાય માટે ૭૩૪ કરોડની જોગવાઇ કરાઈ છે. જયારે પંચાયત વિસ્તારમાં પાણી તથા સ્વચ્છતાના અનેકવિધ કામોના અમલીકરણ માટે ૧૭૭ કરોડની જોગવાઇ કરી છે.

ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના થકી ગ્રામ્ય લોકોને સરકારી યોજનાઓનો લાભ સરળતાથી તેમના ગામમાં જ મેળવી શકે છે. હાલમાં આ યોજના અંતર્ગત
મળનાર સેવાઓની સંખ્યા વધીને ૩૨૧ થયેલ છે. દર વર્ષે અંદાજિત ૪.૫ કરોડ વ્યવહારો આ નેટવર્ક મારફત થાય છે. જે ડિજિટલ ગવર્નન્સની દિશામાં મોટી હરણફાળ છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા તેમજ તેનો વ્યાપ વધારવા ૧૬૦ કરોડની જોગવાઇ કરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ગોધરા શહેરની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા સિંધી વેપારી દ્વારા ગરીબ વિધવા બહેનોને જરૂરી રાશન અને શાકભાજીની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપળા : સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

ગારિયાધારમાં લોકો માટે બનાવેલો જોગર્સ પાર્ક પણ જનતા સુવિધાથી વંચિત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!