Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે બટાકા વાવેતર અંગે નવતર પ્રયોગ કરાયો.

Share

ડેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કૃષિ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરી ખેડૂતોને તાલીમ અને માર્ગદર્શન આપવામા અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં ડેડીયાપાડા ખાતે બટાકા વાવેતર અંગે નવતર પ્રયોગ કર્યો છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નવતર પ્રયોગ અંતર્ગત ડો. પી. ડી. વર્મા (વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ) અને ખેડૂત બહેનોએ નર્મદા પોષણ વાટિકામાંથી 14 કિલો જેવા બટાકા કાઢ્યા હતા. નાના પ્લોટમાં 1 કિલો બટાકા રોપવામાં આવ્યા હતાં. જેમાંથી 14 કિલો બટાકાનું ઉત્પાદન થયું હતું. કે.વિ.કે. ના વડા ડૉ. પી. ડી. વર્મા એ ખેડૂત બહેનોને બટાકાની ખેતી પદ્ધતિ વિશે અને પોતાના ઘરના વાડામાં કેવી રીતે બટાકાનું વાવેતર કરી ઘર ખર્ચ બચાવી શકો છો તે અંગે માહિતી આપી. આ નિદર્શનમાં બોરીપીઠા, મંડાળા અને ખૈડીપાડાનાં 30 જેટલા બહેનોએ ભાગ લીધો હતો.

દીપક જગતાપ રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરત : ડીંડોલી વિસ્તારમાં લોકોના મોબાઈલ ચોરી કરતા ઇસમને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

ભરૂચ : ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનાર સંત વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મુસ્લિમ સમાજની માંગણી.

ProudOfGujarat

ભરૂચમાં ક્રિડા ભારતી દ્વારા ફિટ ઈન્ડિયા સાયકલિંગ કેમ્પેઈન અને સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન : રવિવારે સવારે યોજાનારા કાર્યક્રમમાં લોકોને જોડાવા માટે અનુરોધ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!