Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજયમંત્રી રાજ મોદી પતંગ ચગાવીને ઉત્તરાયણની મજા માણી હતી.

Share

ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે સોલાર પાવર જનરેશન, ડાઇમન્ડ, માઇનિંગ, પાવર જનરેશન, એગ્રિકલચર અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના અન્ય ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજય મંત્રી રાજ મોદી કે જેઓ ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળાના વતની છે. જે હાલ 21 દિવસથી ભારતના પ્રવાસે છે.રાજ મોદી એ જણાવ્યું હતું કે ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ વધારવા માટે મારી આ ભારતની મુલાકાત છે.જેમાં છેલ્લા ૨૧ દિવસોના આ પ્રવાસ દરમિયાન મે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ઊર્જા-ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ,સનદી અધિકારી સુશ્રી અંજુ શર્મા સહિતના પદાધિકારીઓ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ અમદાવાદ,સુરત, સુરેન્દ્રનગરના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓની મુલાકાત તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સિલરની કાઉન્સીલ મિટિંગમાં મુલાકાત લીધી છે.મને વિશ્વાસ છે કે ભારતની મારી આ મુલાકાત ચોક્કસ સફળ થશે અને ભારત ઝીમ્બાબ્વે વચ્ચેના ધંધાકીય સંબંધો ઘણાં વધશે.હાલ ઝીમ્બાબ્વેના એમ્બેસેડર ડો.ગોડફ્રે મજોની ચિપરે પણ મારી સાથે રાજપીપળા આવ્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને દુનિયાની આઠમી અજાયબીમાં સ્થાન મળ્યું તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે પહેલા રાજપીપળા ગામ અમે બોલતા તો કોઈ ઓળખતું ન હતું હવે સ્ટેચ્યુના કારણે આપણાં વિસ્તારના વિશ્વમાં ઓળખ મળી છે અને સ્ટેચ્યુને દુનિયાની આઠમી અજાયબી જાહેર કરાઈ તે ગર્વની બાબત છે.

Advertisement

Share

Related posts

ભરૂચ SOGએ 2 વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

ProudOfGujarat

અમરેલીમાં SOG ની ટીમે બે કિલો ગાંજા સાથે એક મહિલાને ઝડપી

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫: કલેક્ટરે બૂથોનું નિરીક્ષણ કર્યું 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!