Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના નવા ફળીયાની મસ્જિદ પાસે ધ્વજવંદનની આન બાન શાનથી ભવ્ય ઉજવણી કરાઈ હતી.

Share

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમા આજે ઉજવણી થઈ રહી છે. રાજપીપળાના નવા ફળિયા ખાતે મુસ્લિમ વિસ્તારના નવા ફળિયા મસ્જિદ પાસે પાલિકાના સભ્યો અને ફળિયાના, વિસ્તારના રહીશો સાથે આગેવાનો ની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમ કરી 71 માં પ્રજાસત્તાક પર્વની ધામધૂમ આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. એમાં રાજપીપળાના પાલિકાના સદસ્ય ઇલુ ભાઈ બક્ષી, ભરત ભાઈ વસાવા, કવિતાબેન માછી, પૂર્વ સદસ્ય સંજયભાઈ માછી, એડવોકેટ આદિલ ભાઈ, યુસુફ ભાઈ, નકુમ દિનેશભાઈ માસ્તર નવા ફળિયાના વિસ્તારના રહીશો તેમજ બાળકોને ઉપસ્થિતિમાં ભવ્ય ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોકલેટ વિતરણ તેમજ બટાકાના પૌઆનું વિતરણ કરાયું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બંધારણ દિવસ નિમિતે શાંતિનિકેતન હાઈસ્કૂલમાં કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજમાં એમ.એસ.સી પ્રાણીશાસ્ત્રનાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ ઓછા માર્ક્સ આપ્યા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat

સ્ટે હટતા અંકલેશ્વર પાલિકા એ પાઇપલાઇન ની કામગીરી શરૂ કરી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!