Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા સૈયદ ફળીયા ખાત્રીવાડનાં યુવાનો દ્વારા ૩૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરાયું.

Share

સૈયદ ફળિયાના સેવાભાવી અને ઉત્સાહી યુવાનોએ લોકડાઉન જેવા સમયે ગરીબોની વ્હારે ઉભા રહી સાચી સેવા શરૂ કરી. હાલ કોરોના મહામારીના સમયે જ્યારે નર્મદા જિલ્લામાં પણ લોકડાઉન છે તેવા સંજોગોમાં ગરીબ લાચાર મજૂરીકામ કરતા પરિવારો કફોડી હાલતમાં હોય રાજપીપળાની કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ ગરીબો માટે જરૂરી વસ્તુ પહોંચાડે જ છે છતાં સેવાકીય ભાવના ધરાવતા સૈયદ ફળિયાના યુવાનો આવી સ્થિતિમાં સેવાકાર્ય માટે વ્યવસ્થા કરી એવા પરિવારોની વ્હારે મદદે પહોંચે છે જે ખરેખર આવી સ્થિતિમાં લાચાર છે અને બે ટંક ભોજન પણ કરી નથી શકતા ત્યારે યુવા મિત્રો સેવાકાર્ય કરી રહ્યાં હોય આજે તેઓએ ફળિયામાં તેમજ રાજપીપળા વિસ્તારમાં જરૂરતમંદ લોકોને ઘેર ઘેર જઇ લગભગ 300 જેટલા ફૂડ પેકેટસનું વિતરણ કરાયું હતું.

રાજપીપળા, આરીફ જી કુરેશી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરાયું

ProudOfGujarat

ભરૂચ : હાથરસ દુષ્કર્મનાં આરોપીઓને પકડી પાડવા મહિલા કોંગ્રેસનો અનોખો પ્રયત્ન…જાણો વધુ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના માત્રોજ ગામની સીમમાં કપાસ તેમજ અન્ય પાકોમાં વિકૃતિ આવતા ધરતીપુત્રો વિમાસણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!