Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા પોલીસે  લોકડાઉન દરમિયાન 1341 વાહનો ડિટેઈન કરી રૂ. 2,31,800/- દંડ કર્યો.

Share

 રાજપીપળા નર્મદા કોરોના વાયરસ લોકડાઉન સંદર્ભે આજદિન સુધી નર્મદા પોલીસ દ્વારા કુલ – ૭૦૫ કેસ કરી ૧૪૨૧ ઇસમો વિરૂદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી તેમજ કુલ ૧૩૪૧ વાહનો ડીટેઇન કરી કુલ રૂ ૨,૩૧,૮૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યા. શ્રી હિમકર સિંહ (IPS), પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસ અનુસંધાને દેશવ્યાપી લોકડાઉન હોય જેથી જાહેર જનતાની સુરક્ષા માટે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામા બહાર પાડેલ હોય જે જાહેરનામા ભંગ નહી કરવી તથા લોકોમાં જાગૃતતા લાવવાં જાહેર જનતા ઘરે રહી સુરક્ષિત રહે તે માટે અપીલ કરવામાં આવેલ હોવા છતા કેટલાક ઇસમો પોતાની મનમાની કરતા હોય તેમજ સરકારશ્રી દ્વારા આપવામાં આવતા લોકડાઉનની અવગણના કરતા હોય જેથી આવા ઇસમો સામે જાહેરનામા ભંગ બદલના ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નર્મદા પોલીસ દ્વારા જીલ્લાના અલગ – અલગ જગ્યાએ ડ્રોન તેમજ સીસીટીવી તેમજ અન્ય રીતે ચાંપતી નજર રાખી લોકડાઉન તથા જાહેરનામાનું ભંગ કરનારા ઇસમો સામે તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા.૦૫/૦૫/૨૦૨૦ સુધી કુલ – ૭૦૫ કેસો કરવામાં આવેલ જે પૈકી ડ્રોન દ્વારા કુલ – ૪૮ તથા સીસીટીવીનાં કુલ – ૪૬ કેસો સહિત કુલ – ૧૪૨૧ ઇસમોને અટક કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ લોકડાઉનની અવગણના કરી રોડ ઉપર વાહન સાથે ફરતા તા. ૨૫/૦૩/૨૦૨૦ થી આજદિન સુધી કુલ – ૧૩૪૧ વાહનો ડીટેઇન કરી કુલ – ૨,૩૧,૮00/- નો દંડ વસુલ કરવામાં આવ્યો. નર્મદા પોલીસ દ્વારા જાહેર જનતા માટે જ આ કડક કાયદાનું પાલન કરાવવા કટીબદ્ધ છે . તેમજ કોરોના વાયરસથી જાહેર જનતા સુરક્ષિત રહે અને સરકારશ્રીના લોકડાઉનને સમર્થન મળી રહે તેના સંપૂર્ણ પ્રયાસો કરવા નર્મદા પોલીસ સતત તત્પર છે .

મેટર મોન્ટુ
રાજપીપલા નર્મદા

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘની સિબીર (રૈલી) નો થયેલ આરંભ…..

ProudOfGujarat

ઉમરપાડામાં આદિવાસી સંગઠન દ્વારા યુ.સી.સી.નો પ્રબળ વિરોધ કરાયો

ProudOfGujarat

ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચને એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!