Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોથા તબક્કાનાં લોકડાઉનનાં અમલ સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તરફથી પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું.

Share

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ COVID-19 ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલયના વંચાણ-૧ ના હુકમથી સમગ્ર દેશમાં તા.૩૧/૦૫/૨૦૨૦ સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. વંચાણની સૂચનાઓ મુજબ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસો નોંધાયેલ હોવાથી કોરોના વાયરસના ઝડપી સંક્રમણને અટકાવવા અને લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૩૭(૩), ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે કેટલાંક નિયંત્રણો મુકવાની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા તા.૧૯/૦૫/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાંક નિયંત્રણો લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે. તદઅનુસાર નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે જિલ્લાના વિસ્તારમાં કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચીંગ સંસ્થાઓ વિગેરે બંધ રહેશે. તેમ છતાં વહીવટી કચેરીઓ ચાલુ રાખી શકાશે. ઓનલાઈન/ દૂરવર્તી શિક્ષણ (Distance Learning) ચાલુ રાખી શકાશે અને તેને પ્રોત્સાહિત કરવાનું રહેશે. આરોગ્ય, પોલીસ, સરકારી કર્મચારીઓ, આરોગ્ય કાર્યકર્તાઓ, ફસાયેલી વ્યક્તિઓ-પ્રવાસીઓ સહિત રહેણાંકના ઉપયોગની હોય તેવી અને ક્વોરેન્ટાઈન સુવિધા માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવી હોટેલો તથા બસ ડેપો અને રેલવે સ્ટેશનો પરની કેન્ટીન સિવાયની તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ બંધ રહેશે. ભોજનની હોમ ડીલીવરી માટે રસોડું ચાલુ રાખવા માટે રેસ્ટોરન્ટને પરવાનગી આપવામાં આવે છે. તમામ સિનેમાગૃહો, શોપિંગ મોલ્સ, મોલ્સની અંદર આવેલ દુકાનો, વ્યાયામશાળાઓ, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, મનોરંજન પાર્ક, જાહેર બગીચાઓ, ક્લબ, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્વીય સ્થળો, અન્ય પ્રવાસન સ્થળો, નાટ્યગૃહો, સભાગૃહો, સભાખંડો તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રાખવા. રમતગમત સંકુલ અને સ્ટેડીયા(Stadia) ચાલુ રાખી શકાશે જેની પરવાનગી સ્થાનિક સત્તામંડળ પાસેથી મેળવવાની રહેશે. પરંતુ પ્રેક્ષકો હાજર રહી શકશે નહીં. તમામ સામાજિક/ રાજકીય/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સભારંભો/ અન્ય સંમેલનો અને મોટી સંખ્યામાં જન સમુદાયના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો/ આરાધનાના સ્થળો જાહેર જનતા માટે બંધ રહેશે. ધાર્મિક સભાઓ પર સખત પ્રતિબંધ રહેશે. ક્ન્ટેનમેન્ટ ઝોનમાં સવારના ૦૮.૦૦ કલાકથી બપોરના ૦૩.૦૦ કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે. તેવી જ રીતે દુકાનો, એકમો અને ઉદ્યોગો ફક્ત સવારના ૦૮.૦૦ થી બપોરના ૦૪.૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. લોકઈનની સગવડ ધરાવતા ઉદ્યોગો અને સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો શ્રમિકોની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરીને ચાલુ રાખી શકાશે. સાંજના ૭.૦૦ કલાકથી સવારના ૭.૦૦ કલાક સુધી આવશ્યક પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવરજવર સખ્તાઈપૂર્વક બંધ રહેશે. ઘરની બહાર જાહેર રસ્તા કે જાહેર સ્થળોએ મોર્નીંગ વોક/ ઈવનીંગ વોક કરી શકાશે નહીં. માર્કેટ/ શોપિંગ કોમ્પલેક્ષ કે જ્યાં દુકાનોનો સમૂહ આવેલ હોય ત્યાં એકી(odd) મિલકત નંબર ધરાવતી દુકાનો એકી તારીખે અને બેકી(even) મિલકત નંબર ધરાવતી દુકાનો બેકી તારીખે ખુલ્લી રાખી શકાશે. પરંતુ દુકાનની અંદર એક જ સમયે ૫(પાંચ) કરતા વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. એક કરતાં વધુ મિલકત નંબર ધરાવતી દુકાનો એકી તારીખે ખુલ્લી રાખી શકાશે. એકલ તથા નેબરહૂડ (Neighborhood) દુકાનો દરરોજ ચાલુ રાખી શકાશે. કામદારો/ કર્મચારીઓ/ દુકાન માલિકો કે જેઓના રહેઠાણ ક્ન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે તેઓ ક્ન્ટેનમેન્ટ ઝોન છોડી બહાર જઈ શકશે નહીં. GSRTC ની બસ સેવાઓ કાર્યરત રહી શકશે. ખાનગી બસ સેવાઓ ચાલુ રાખી શકાશે નહીં. લગ્ન સમારંભોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૫૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. સ્મશાનયાત્રાઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને આવા પ્રસંગોમાં ૨૦ કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. શેરી વિક્રેતાઓ શાકભાજી સિવાયની ચીજવસ્તુઓ વેચી શકશે નહીં. જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુ વિગેરેનું સેવન પ્રતિબંધિત રહેશે. પાનની દુકાનો ચાલુ રાખી શકાશે. પરંતુ આવી દુકાનો પરથી ચીજવસ્તુઓ ખરીદી સીધી ઘરે જ લઈ જવાની રહેશે. આ પ્રક્રિયામાં સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. (Only Takeaway allowed with social distancing), દુકાનો પર એકબીજાથી ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર (દો ગઝ કી દુરી) જળવાય અને દુકાન પર એક સમયે એક સાથે પાંચથી વધારે વ્યક્તિ એકઠી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.વાળંદની દુકાન, સલૂન, બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ચાલુ રાખી શકાશે. ગ્રંથાલયો બેઠક વ્યવસ્થાની ક્ષમતાના ૬૦% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે. ઓટો રીક્ષાની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. કેબ અને ટેક્ષીની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. શહેરી વિસ્તારની બહાર આવેલા ઢાબા ભોજન પીરસવાની સુવિધા સાથે ચાલુ રાખી શકાશે. ખાનગી કચેરીઓ ૩૩% સ્ટાફની સાથે ચાલુ રાખી શકાશે. ખાનગી કાર ડ્રાઈવર સિવાય ફક્ત ૨ મુસાફર સાથે તથા દ્વિચક્રીય વાહનો ફક્ત ડ્રાઈવર સાથે અવરજવર કરી શકશે. તમામ રીપેરીંગની દુકાનો, ગેરેજીસ, વર્કશોપ્સ અને સર્વિસ સ્ટેશન્સ ચાલુ રાખી શકાશે. ૬૫ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ(co-morbidities), સગર્ભા મહિલાઓ અને ૧૦ વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે. ઓફિસ તથા કામના સ્થળો પર સલામતીની ખાત્રી માટે, તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરી શકાય એવા મોબાઈલ ફોન હોય તે તમામ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે. જિલ્લાના તમામ નાગરિકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય અંગે એપમાં અપડેશન કરવા સૂચન કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સમયસર તબીબી ધ્યાન આપવા અંગે સરળતા રહેશે. જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે. માસ્ક (Face Cover) નહીં બાંધનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા રૂ.૨૦૦ નો દંડ વસૂલાવામાં આવશે. કોઈ પણ વ્યક્તિએ જાહેર સ્થળોએ થૂંકવું નહીં. જાહેરમાં થૂંકનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા રૂ.૨૦૦ નો દંડ વસૂલાવામાં આવશે. માલવાહક પરિવહન (ખાલી ટ્રકો સહિત) ની અવરજવરને સમગ્ર જિલ્લામાં મંજૂરી આપવામાં આવે છે. જાહેર સ્થળો અને પરિવહન દરમ્યાન તમામ વ્યક્તિઓએ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ નો સિધ્ધાંત અનુસરવો. કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો(Business hours) અલગ અલગ રાખવાના રહેશે. તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં ટેમ્પરેચર સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અને સેનીટાઈઝરની જોગવાઈ કરવાની રહેશે. સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે. કાર્યસ્થળના પ્રભારી એવા તમામ વ્યક્તિઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે શિફ્ટ વચ્ચે સમયનું યોગ્ય અંતર અને કર્મચારીગણના ભોજન માટે અલગ અલગ સમયની ગોઠવણ કરીને સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત દરેક દુકાન/ વેપારી એકમો/ પેઢી તથા કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવું નહીં કે બિનજરૂરી અવર-જવર કરવી નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલવારી કરવી. જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાઈરસ પોઝીટીવ વિસ્તાર/ દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ / નર્મદા જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ ખાતે ૨૪ કલાક કાર્યરત ફોન નંબર ૦૨૬૪૦-૨૨૧૮૦૬ / ૦૨૬૪૦-૨૨૪૦૦૧ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ ઉપર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર હોમ કવોરન્ટાઈનના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે નર્મદા જિલ્લાના કવોરન્ટાઈન વોર્ડમાં ખસેડી Epidemic Diseases Act-1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉક્ત જાહેરનામામાં દર્શાવેલ અપવાદ અન્વયે આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમ નં.૪૦-૩/૨૦૨૦-DM-I(A)મ તા,૨૪/૦૩/૨૦૨૦, તા.૨૫/૦૩/૨૦૨૦, તા.૨૭/૦૩/૨૦૨૦, તા.૨૯/૦૩/૨૦૨૦, તા.૦૨/૦૪/૨૦૨૦, તા.૦૩/૦૪/૨૦૨૦, ૦૬/૦૪/૨૦૨૦, તા.૧૦/૦૪/૨૦૨૦, તા.૧૨/૦૪/૨૦૨૦, તા.૧૪/૦૪/૨૦૨૦, તા.૦૧/૦૫/૨૦૨૦ તથા તા.૧૭/૦૫/૨૦૨૦ ના હુકમથી જાહેર કરેલ તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વખતોવખત જાહેર કરવામાં આવતી આવશ્યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

મોન્ટુ શેખ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

ProudOfGujarat

બેફામ બની બિન્દાસ અંદાજ માં વિદેશીદારૂ નો જથ્થો ભરી વહન થતી સ્વીફ્ટ કાર ને ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……..

ProudOfGujarat

શેરપુરા રોડ પર આવેલ એક કોમ્પ્લેકસના છઠ્ઠા માળ પરથી પરપ્રાંતીય યુવાને છલાંગ મારી આત્મહત્યા કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!