Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકો ડરાવી-ધમકાવીને વાલીઓ પાસેથી ફી લે છે:નર્મદા યુથ કોંગ્રેસ

Share


નર્મદા યુથ કોંગ્રેસે ગુજરાતમાં ઊંચી ફી વસુલાત ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરતું જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):ગુજરાત સરકાર દ્વારા ફી અધિનિયમ અંતર્ગત એક કાયદો બનાવ્યો છે.એ કાયદાને ખાનગી શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોવાના આક્ષેપ નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસે લગાવ્યો છે.અને નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલાત ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરતું ગુજરાતના રાજ્યપાલ,મુખ્યમંત્રી,શિક્ષણમંત્રીને સંબોધતુ આવેદનપત્ર યુથ કોંગ્રેસે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી નિપા પટેલને આપ્યું હતું.
નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા,ઉપપ્રમુખ અતુલ તડવી,NSUI પ્રદેશ મંત્રી મોઇન શેખ,રજનીશ તડવી,ચંદ્રકાન્ત પરમાર,ગૌતમ વસાવા,અમિત માલી,જીજ્ઞેશ પરમાર સહિતના કાર્યકરોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે ગુજરાતની ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફી ના નામે ઉઘાડી લૂંટ ચાલવાઈ રહી છે.ખાનગી શાળાના સંચાલકો વાલીઓને ડરાવી-ધમકાવી ફી ભરવા દબાણ કરે છે.જે કોઈ પણ ખાનગી શાળા સંચાલક નિયમ વિરુદ્ધ ઊંચી ફી વસુલે છે એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.RTE એક્ટ હેઠળ 45,000 બાળકો પ્રવેશથી વંચિત રહી ગયા છે.જો આ બાળકોને પ્રવેશ નહિ અપાય અને ફી અધિનિયમનો અમલ નહિ કરાય તો યુથ કોંગ્રેસે આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચમકી પણ ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : મિશન લાઈફ -જાગૃતતા કાર્યક્રમ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયો

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર કટારીયાના પાટીયા પાસે અકસ્માત સર્જાતા ૪ લોકોના મોત.

ProudOfGujarat

ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!