Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગની કામગીરીને લઈને આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે.

Share

હાલમાં કોરોનાથી સમગ્ર ભારત પીડાઈ રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ ચાલી રહેલી ફેનસિંગ કામગીરી બાબતે આદિવાસીઓમાં વિરોધ ખૂબ વધ્યો છે.સ્થાનિક આદિવાસીઓનો વિરોધ સાચો છે કે ખોટો એ બાબતે વહિવટીતંત્રએ પણ મૌન ધારણ કર્યું છે.તો એક તરફ પોલિસ અને આદિવાસીઓ વચ્ચે ઘર્ષણનાં બનાવો અવારનવાર થયા કરે છે. આગામી 29, 30, 31 મે અને 1 જૂન સુધી #आदिवासीनेताइस्तीफा_दो એ રીતનું ટવીટરમાં ટ્રેન્ડિંગ પણ ચલાવાઈ રહ્યું છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પી.ડી.વસાવા, વાંસદાના અનંત પટેલ, અનિલ જોષીયરા અને આનંદ ચૌધરી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારનાં પ્રભાવિત આદિવાસીઓ સાથે જિલ્લા વહિવટીતંત્ર સાથે એક બેઠક કરી ચર્ચા કરવાના છે ત્યારે ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ સાંજે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો એમાં જણાવ્યું કે કેવડિયા વિસ્તારમાં તાર-ફેનસિંગ કામગીરી સ્થગિત રાખવા માટે મારી વિનંતી છે. નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાનાં આદિવાસીઓ સાથે થઈ રહેલા જાતિગત ભેદભાવ, અમાનવીય વર્તન અને માનવ અધિકારોનું હનન રોકવુ જોઈએ. લોકડાઉનની આડમાં સરદાર સરોવર નર્મદા નિગમ અને નર્મદા પોલિસના સહારે આદિવાસીઓ સાથે નીચલા હદે જઈ અમાનવીય વર્તન થઈ રહયાં છે.આદિવાસીઓની જમીનો ખોટી રીતે પડાવી રહી છે, સરકાર લોકડાઉનનો ગેરફાયદો ઉઠાવી વિવાદિત જમીનો પર 20 દિવસથી માપણી કાર્ય તેમજ તારની વાડ કરાવી રહી છે જે અંગે સ્થાનિક લોકો કે આગેવાનોને કોઈ પણ જાતની જાણ કર્યાં વિના જાણે કર્ફ્યુ લાગ્યું હોય એમ પોલિસ તૈનાત કરી દેવામાં આવે છે. જેનાથી આ ગામોમાં હાલ ભયંકર ડરનો માહોલ ઉભો થયો છે.ગુજરાતનો આદિવાસી સમાજ માંગ કરે છે કે રાજભવનમાં ટ્રાઈબલ સેલની રચના કરવામાં આવે.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ઉમંગ લક્ષ્મી સોસાયટીમાં ચોરી કરી તસ્કરો ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વર હિલ પાર્ક રામકુંડ સામે એક મકાનમાંથી ચરસનાં જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!