Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા LCB પોલીસે રાજપીપળામાં મોટરસાઇકલ પર સપ્લાય કરતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

Share

કોરોનામાં કરાયેલું લોકડાઉન હવે અનલોક થઇ રહ્યું છે ત્યારે છૂટછાટ અને અવરજવર વધતા બુટલેગરો સક્રિય બન્યા છે. નર્મદા LCB પોલીસે દેડીયાપાડાથી વિદેશી દારૂ લઈને આવતા બે ઈસમોને ઝડપી પાડયા પરંતુ બંને ઈસમો ગાડી અને દારૂ ફેંકી ભાગી જતા પોલીસે ગાડી અને વિદેશી દારૂનો મુદ્દામામલ ઝડપી ગાડીનાં માલિક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દેડીયાપાડા રાજપીપળા રોડ પરથી ખામર ગામ પાસેથી એક્ટીવા મોટર સાયકલ ઉપર બે ઇસમો આગળના ભાગે કંતાનનાં કોથળામાં ઇગ્લિશ દારૂ મુકીને રાજપીપળા ટાઉનમાં જુના કોટ જતા હતા.જે બાબતની પોલીસને બાતમી મળી હતી તેથી નર્મદા LCB પીઆઈ એ.એસ.પટેલ, પીએસઆઇ સી.એમ.ગામીત સહીતની ટીમ બાતમીનાં આધારે દરબાર રોડ પાસે વોચ ગોઠવી હતી. પરંતુ આ બંને ઈસમો પોલીસને જોઈ જતા પોલીસે પીછો કર્યો છતાં ભાગી ગયા છૂટ્યા હતા. ત્યારે ગાડીમાં 9,200 નો વિદેશી દારૂ અને 50 હજારનું એક્ટિવા મળી રૂ.59,200 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. જોકે ગાડીનું ચેકીંગ કરતા જુના કોટ પાંજરાપોળ પાસે રહેતા શૈલેશ બાબરભાઇ વસાવાનાં ડોક્યુમેન્ટ મળ્યા હોય પોલીસે હાલ તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર, આરીફ જી કુરેશ
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે પાંચ દિવસીય મહાશિવરાત્રીનાં મેળાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વિસ્તારનાં 3 ડેમ ઓવરફલો થતાં આજુબાજુનાં ગામોને સાવચેત કરાયાં.

ProudOfGujarat

MFN 17 2 ઓગસ્ટે પરત ફરશે: કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ ફરી એકવાર ભારતના MMA દ્રશ્ય પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!