Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-19 નાં સાજા થયેલા સાત દર્દીઓને આજે રજા આપવામાં આવી આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ.

Share

કોવિડ-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતનાં આરોગ્ય વિભાગનાં એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ.આર.એસ.કશ્યપ તરફથી આજે તા.૨૯ મી જુન, ૨૦૨૦ નાં રોજ સાંજે ૪:૩૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નો નવો વધુ કોઈ પોઝિટિવ કેસ નોંધાયેલ નથી. રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ પૈકી સાત દર્દીઓ સાજા થતાં આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આમ જિલ્લામાં આજદિન સુધી કોરોના વાયરસના ૪૪ દર્દીઓને રજા અપાતા આજની સ્થિતિએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે હવે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલ તમામ ૨૪ સેમ્પલનાં રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે. જ્યારે આજે કુલ ૨૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-19 થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

મોન્ટુ શેખ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત એસઓપી અને માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા સુચના.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે પાર કરી રૂ. 1 લાખ કરોડની ઓયુએમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!