Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે ખુદ ભાજપનાં જ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડયો.

Share

રાજપીપળા નગરપાલિકા એક પછી એજ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. હાલ ઘણા દિવસોથી વેરા વધારા મુદ્દે વિવાદમાં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળાનાં ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે જેથી પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થયું છે હદ તો ત્યારે થઈ છે જ્યારે ૧૦ વર્ષથી ગંદકીનું નિરાકરણ ન આવતા ખુદ સાંસદે પાલિકાનાં ચીફ ઓફિસરને પત્ર લખવો પડ્યો છે. મનસુખભાઇ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળામાં રાજેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે જેના કારણે ખૂબ ગંદકી થાય છે કીચડ થવાના કારણે મહાદેવ મંદિર, દુર્ગા મંદિર, જલારામ મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ કલરવ વિદ્યાલયમાં ભણતા ભૂલકાઓ અને આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. સોસાયટી સહિત બધા જ લોકોને ખૂબ તકલીફ પડે છે આ સ્થિતિ છેલ્લા દસ વર્ષથી છે આ વિસ્તારનાં નગરપાલિકાનાં સેવકોને લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નથી જેથી મારે આપને પત્ર લખવો પડ્યો છે તેથી આપને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી તાત્કાલિક પાણી નિકાલની ચોમાસા પહેલા ઉકેલ લાવે તેવી રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગંદકી મુદ્દે ખુદ સંસદનાં રહેણાંક વિસ્તારમાં છેલ્લા ૧૦ વર્ષથી સમસ્યા હોય તો સામાન્ય માણસોની શું પરિસ્થિતિ હશે તેવી લોકચર્ચા થઈ રહી છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

આનાથી મોટી રક્ષાબંધન ભેટ શુ હોઈ શકે…? : કિડની દાન કરીને ભાઈએ બહેનને નવુ જીવન આપ્યું

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ તેની આગામી ફિલ્મ “દિલ હૈ ગ્રે” નું પોસ્ટર લોન્ચ કર્યું.

ProudOfGujarat

વીજ કંપની દ્વારા અછાલિયા સબ સ્ટેશન અને ઉકાઇ હાઇડ્રો વીજમથક વચ્ચે બ્લેક સ્ટાર્ટ મોકડ્રીલ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!