Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ફરજિયાત માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝીંગ અને સોશીયલ ડિસ્ટન્સનાં ચુસ્ત પાલન સાથે કોરોના વાયરસનાં ઝડપી સંક્રમણને અટકાવવાનાં જિલ્લા પ્રશાસનનાં પ્રયાસોમાં સહકાર આપવા જિલ્લા કલેક્ટરશ્રીનો જાહેર અનુરોધ.

Share

નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ -19 ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીનાં ભાગરૂપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર – આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા સહકાર આપવા નર્મદા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. તદઉપરાંત તેમણે અપીલ કરી છે કે, કોરોના મહામારીના સંક્રમણથી પોતાને અને પોતાના કુટુંબીજનોને સુરક્ષીત રાખવા આપણે ચુસ્તપણે જરૂરી બાબતોનું પાલન કરીએ, જેમાં ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ ૬ ફુટના અંતરનું પાલન કરીએ, વારંવાર હાથને સેનીટાઇઝરથી કે સાબુથી સ્વચ્છ રાખીએ તેમજ આવશ્યક કારણો સિવાય બિનજરૂરી બહાર ન નિકળીએ તેની કાળજી રાખવા પણ ખાસ અનુરોધ કર્યો છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા

Advertisement

Share

Related posts

ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.

ProudOfGujarat

ભરૂચ : દહેજ જીઆઇડીસીમાં આવેલ હિમાની કંપનીમાં આગ લાગતા એક કામદારનું મોત.

ProudOfGujarat

ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં કંબોડીયાથી આવેલા 2 વિદેશીઓનો કોરોના પોઝિટીવ, સંપર્કમાં આવેલા 17 ક્વોરન્ટાઈન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!