Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા એસ.ઓ.જી એ મોજી ગામ પાસેથી પીકઅપ ગાડીમાં જતા વિદેશી દારૂ સાથે એકની અટક કરી.

Share

 

અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ અને બિયર મળી કુલ રૂપિયા 78,800/- તેમજ વાહન મોબાઈલ સહીત કુલ રૂપિયા 5,81,500/- નો મુદ્દામાલ પકડી પાડ્યો.

Advertisement

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાના માર્ગદર્શન હેઠળ નર્મદાની એસ.ઓ.જી ટિમના પી.એસ.આઈ એચ.જી.ભરવાડે બાતમીના આધારે સોમવારે મોવી તરફથી આવતી પીકઅપ ગાડીને મોજી ગામ પાસે કોર્ડન કરી એને રોકી હતી. જેમાં રાજેન્દ્રપ્રસાદ મંગેરામ ગુર્જર (રાજસ્થાન )હાલ રહે,નેત્રંગ રોડ વાલિયાને અટકાવી ગાડીની તપાસ કરતા અંદરથી અલગ અલગ કંપનીનો વિદેશી દારૂ અને બિયર મળી આવ્યો હતો.જેમાં કુલ રૂપિયા 78,800ના દારૂ સાથે પીક અપ ગાડી જેની કિંમત પાંચ લાખ રૂપિયા તેમજ રોકડા રૂપિયા 2200/- અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5,81,500/- ના મુદ્દામાલ સાથે દારૂની હેરા ફેરી કરતા રાજેન્દ્રપ્રસાદ ગુર્જરની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.


Share

Related posts

મહુધાનાં વડથલમાં તલાટીની અનિયમિતતાથી ગ્રામજનો પરેશાન, ટીડીઓએ કાર્યવાહી ન કરતા કલેકટરને કરાઈ રજૂઆત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે 800 કરતાં વધુ વિદ્યાર્થીનાં 16 લાખ કરતાં વધુ રૂપિયા માફ કરી શિક્ષણ સેવા છે વેપાર નહીં તે સાબિત કરી બતાવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!