Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજે સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટર નોંધાઇ.

Share

સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે આજે તા. ૧ લી સપ્ટેમ્બર,૨૦૨૦ ને મંગળવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૩ મીટર નોંધાઇ હતી. હાલમાં ડેમના ૨૩ દરવાજામાંથી ૧૦.૭૦ લાખ ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. રિવરબેડ પાવર હાઉસમાં ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન કર્યા બાદ ૪૦ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યુ છે. આ ઉપરાંત કેનાલહેડ પાવર હાઉસ ખાતે ૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને ૧૭ હજાર ક્યુસેક જેટલુ પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યુ છે. આજે સવારના ૮:૦૦ કલાકથી ઇન્દિરા સાગર ડેમ ખાતેથી ૪ લાખ ક્યુસેક જેટલા પાણીનો ઘટાડો કરવામાં આવ્યો છે. સવારે ૮:૦૦ કલાકે ૧૧.૪૦ લાખ ક્યુસેકમાંથી ઘટાડીને ૭.૪૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફલો કરવામાં આવ્યો છે. જેને કારણે સરદાર સરોવર ડેમ ખાતે આજે રાત્રે ૧૦:૦૦ કલાક પછી પાણીની આવકમાં ઘટાડો નોંધાશે, જે આશરે ૭ લાખ ક્યુસેક જેટલું હશે. હાલમાં સરદાર સરોવર નિગમના ડેમ ખાતેના કાર્યરત ઉચ્ચાધિકારીશ્રીઓ પાણીની આવક અને જાવક ઉપર સતત ચાંપતી નજર રાખી રહ્યાં છે અને ભરૂચ, નર્મદા તથા વડોદરા જિલ્લાના કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને પાણીની આવક-જાવકનું મોનીટરીંગ કરી રહ્યાં છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી રાજપીપળા નર્મદા જિલ્લા

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં કન્ટેઈન્મેન્ટ એરિયા જાહેર કરતું જાહેરનામું.

ProudOfGujarat

ઝઘડિયાના ટોઠીદરા ગામે રેતમાફિયાઓ દ્વારા નર્મદામાં ગેરકાયદેસર બનાવેલ પુલિયા તોડી નંખાયા.

ProudOfGujarat

ભરૂચની મહિલા એડવોકેટની અનોખી સેવા,લોક ડાઉનમાં ઘરમાં માસ્ક બનાવી વિતરણ કર્યું જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!