Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : બજારો બંધ કરાવવા નીકળેલ કોંગી ધારાસભ્ય પી.ડી. વસાવા સહિત કાર્યકરોની અટકાયત…

Share

વહેલી સવારથી નર્મદા જિલ્લામાં ભારત બંધની મિશ્ર અસર જોવા મળી હતી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા સાગબારા ટીલકવાળા કેવડિયા દેવલીયા સહિત બજારો બંધ રહ્યા હતા.

રાજપીપળા શહેરમાં બજારો ખુલ્લા જોવા મળ્યા હતા ત્યારે નાંદોદનાં કોંગી ધારાસભ્ય પી.ડી વસાવા તેમજ કાર્યકરો દ્વારા બજારો બંધ કરાવવામાં આવ્યા હતા ત્યારે નર્મદા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી.

ધારાસભ્ય પી.ડી વસાવાએ જણાવ્યું હતું કે લોકશાહીમાં વિરોધ કરવો એ કોઈ ગુનો નથી પરંતુ સરકાર પોલીસનો ઉપીયોગ કરી બળપ્રયોગ કરીને વિરોધને અવરોધે છે તે દુઃખદ બાબત છે.

નાંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદ, કાર્યકારી પ્રમુખ નિકુંજ પટેલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા, ગરુડેશ્વર તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા રાજુભાઇ તડવી સહિત નર્મદા જીલ્લા પ્રમુખ યુથ કોંગ્રેસ વાસુદેવભાઈ વસાવા, નાંદોદ વિધાનસભાની યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા, સોશિયલ મિડીયા ચેરમેન અમીતભાઈ વસાવા, મહામંત્રી ગૌતમભાઈ વસાવા, સહીત કુલ 15 જેટલાં કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયા પોલિટેકનિક કોલેજ ખાતે કૃષિ કાયદાને લગતો પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ગાંધીધામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

ProudOfGujarat

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!