Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળાનાં મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થાનાં સક્રિય કાર્યકરે જરૂરિયાતમંદ દર્દીને લોહી આપી માનવતાનાં દર્શન કરાવ્યા.

Share

નર્મદા જિલ્લામાં લોહીની ઉણપનાં ઘણા દર્દીઓને ઘણી વખત લોહીની જરૂર જણાઈ છે ત્યારે જિલ્લામાં ઘણી સંસ્થાઓ બ્લડ ડોનેશન કેમ્પો રાખી સેવકાર્યો કરે છે છતાં ક્યારેક અમુક ગૃપનાં લોહીની અછત જણાઈ તેવા સમયે રાજપીપળાની કેટલીક સંસ્થાના યુવાનો આ માટે તુરંત પોતાની માનવતા બતવતા હોય છે. જેમાં આજરોજ એક દર્દીને લોહીની જરૂર હોવાની વાત સાંભળતા રાજપીપળા રાઠોડ ફળિયામાં રહેતાં નિઝામ રાઠોડ નામના યુવાને તુરંત રાજપીપળા રેડક્રોસ બ્લડ બેંકમાં પહોંચી પોતાનું બ્લડ ડોનેટ કરી માનવતાનાં દર્શન કરાવ્યા હતા. વર્ષોથી મોહસીને આઝમ મિશન નામની એક સમાજ સેવી સંસ્થાના સક્રિય કાર્યકર એવા નિઝામભાઈ રાઠોડએ અગાઉ પણ ઘણીવાર કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના સમાજ સેવાને મહત્વ આપી પોતાનું જરૂરી યોગદાન આપ્યું છે.

આરીફ જી કુરેશી : રાજપીપળા

Advertisement

Share

Related posts

રાજપીપલા : મિત ગ્રુપ દ્વારા અનોખું ગણેશ વિસર્જન કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના જાંબોઇ ગામે ઉપ સરપંચની ચુંટણી બાદ બંને પેનલના લોકો વચ્ચે ઝઘડો.

ProudOfGujarat

સુરત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદી સમક્ષ વિવિધ પ્રશ્ન બાબતે કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!