૧૮ નવેમ્બર વલ્ડ રિમેમબરન્સ ડે ફોર એક્સીડેન્ટ વિક્ટીમ નવેમ્બર મહિનાનો ત્રીજો રવિવાર કે જે રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રધાંજલી આપવા માટે મનાવવામાં આવે છે.

રાજપીપલા ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા આજરોજ તા. ૧૮ નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ૧૦૮ નો સ્ટાફ તથા સિવિલ નો સ્ટાફ ભેગા મળી ( word rememberance day for road traffic victims ) અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન રાખી અને મીણબત્તી સળગાવી શ્રધાંજલી આપી અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોએ એક્સીડેન્ટ સમયે લોકોને મદદ રૂપ થવા પોતે પણ સલામત ડ્રાઈવીંગ કરવી તથા અકસ્માત ગ્રસ્ત લોકોને મદદ રૂપ થવા ૧૦૮ ને બોલાવી મદદ રૂપ થવા સંકલ્પ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦૮ નો સ્ટાફ તથા સિવિલ ના મેડીકલ ઓફિસર તથા ૧૦૮ ના eme મોહમંદ હનીફ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY