Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

Share

તિલકવાડા તાલુકાના ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા કરૂણ મોત નીપજ્યુ છે. આ અંગે તિલકવાડા પોલીસ મથકે અકસ્માતે મોતનાં ગુનાની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની વિગત મુજબ તા.૧૪/૪/ર૧ ના રોજ ડાભીયા ગામે મરનાર દિનેશભાઇ કંચનભાઇ તડવી (ઉ.વ. ૫૦ રહે. ડાભીયા) પોતાની ભેંસને ગામની ભાગોળે આવેલ અશ્વિની નદીમાં પાણી પીવડાવવા માટે બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં લઇ ગયેલ ત્યારે કોઇ અગમ્ય કારણોસર નદીના પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યુ હતુ. મરણની ખબર જગદીશભાઈ દિનેશભાઇ તડવી (રહે. ડાભીયા) એ કરતા પોલીસે કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઓનલાઈન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

કરજણ તાલુકાનાં સારીંગ ગામની સીમમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીમાં કોંગ્રેસ સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!