Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપળા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી.

Share

– નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર મોકલો છે જો એ પાછો નહિ આવે તો આવેદનપત્ર આપવાની અને ધારણા કરવાની આપી ચીમકી.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુરનાં સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં કોવિડ હોસ્પિટલમાંથી ઉઠતી બુમોના પગલે કોવિડના મુખ્ય અધિકારીઓ સાથે મળીને કોવિડ હોસ્પિટલની સુવીધા બાબતે વિગતે ચર્ચા કરી હતી.

અને બંને સાંસદોએ જણાવ્યું હતું કે જે સ્ટાફ અને વેન્ટિલેટર બીજા જિલ્લામાં આપ્યા છે તે પાછા મંગાવો. કોવિડના અધિકારીને સરકારમાં રજુઆત કરવા પણ જણાવ્યું હતું. એ ઉપરાંત નર્મદા જિલ્લાનો જે સ્ટાફ બહાર મોકલો છે એ પાછો નહિ આવે તો મનસુખ વસાવાએ આવેદનપત્ર આપવાની અને ધરણા કરવાની ચીમકી પણ આપતા તંત્ર હરકતમાં આવી ગયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં કોવિડમાં સ્ટાફની અછત છે તે બહાર આવ્યું છે. નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત નથી કર્યો પણ નવો સ્ટાફ માંગી રહ્યા છે. જિલ્લામાં પૂરતો સ્ટાફ નથી અને ક્વોલિફાઇડ ડોકટર નથી જેથી અહીં મરણનો આંક પણ વધતો જાય છે. કોવિડમાં તાત્કાલિક ક્વોલિફાઇડ ડોકટર મુકાવા જોઈએ અને સ્ટાફ પણ મુકાવો જોઈએ. જે પણ અધિકારી હોઈ એને અમારો નર્મદા જિલ્લાનો સ્ટાફ પરત મોકલવો જોઈએ બાકી અમારે આંદોલન કરવાની ફરજ પડશે એવી ચીમકી આપતા આજે તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમા દાખલ કરાયા.

ProudOfGujarat

ભારત સરકારના નીતિ આયોગના એડિશનલ સેક્રેટરી અન્ના રોયના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાના વિકાસ પ્રકલ્પો અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

ઉત્તરાખંડના જોશીમઠ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આફત જાહેર કરવા અને લોકોને વળતર આપવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!