Proud of Gujarat
GujaratFeaturedINDIA

સરદાર પટેલ ખરા અર્થમાં દેશના લોહપુરુષ અને દેશના શિલ્પી:રામનાથ કોવિંદ

Share

ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું,ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,રેલમંત્રી પીયુસ ગોયલ સહિત અનેક મહાનુભવો એમની સાથે જોડાયા.

રાજપીપળા:ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે નર્મદા જીલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.એમની આ મુલાકાતમાં એમની સાથે એમના ધર્મપત્ની,ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી,કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલ,ભરૂચ સાંસદ મનસુખ વસાવા,છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા સહિત અનેક મહાનુભવો અને અધિકારીઓ જોડાયા હતા.કેવડિયા ખાતે નવનિર્મિત દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનના ભૂમિપૂજન બાદ તેઓએ કેવડિયા ખાતે એક જાહેરસભાને સંબોધી હતી.અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રપતિએ જિલ્લા મુલાકાત લીધી હતી.

Advertisement

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત વિશે રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રૂપમાં સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વના દર્શન કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.આ સ્થાન વિશ્વકક્ષાએ અકર્ષણનું કેન્દ્ર બનશે,આ ક્ષણ મારા માટે અવિસ્મરણીય છે.મહાત્મા ગાંધીએ આઝાદીની લડાઈ અને સમાજને સાચી દિશા આપી,સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં થયેલા બરડોલી સત્યાગ્રહ બાદ વિદેશી હુકુમતે નમવું પડ્યું હતું જેને લીધે તેઓ સરદારની ઓળખાવા લાગ્યા.આઝાદી બાદ દેશનો 40% પ્રદેશ રજવાડાઓ પાસે હતો,એ રજવાડાઓને એકત્રિકરણની જવાબદારી બાપુએ સરદાર પટેલને સોંપી અને એ કઠિન કામ એમણે દ્રઢતાથી કરી બતાવ્યું એટલે જ તેઓ ભારતના લોહપુરુષના રૂપમાં પ્રસિદ્ધ થયા.
જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર ઊંચા માનવીની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત થઈ એનું ગૌરવ લેવું જોઈએ.પીએમ મોદીની કલ્પના બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું એ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ છે.સરદાર પટેલ ન હોત તો ભારતનો નકશો ન હોત,જૂનાગઢ અને હૈદ્રાબાદ પણ વિઝા લઈને જવું પડત.જ્યારે કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિએ અસામાન્ય કામ કરીને દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પીએમ મોદીની દુરદર્શીતાનું પ્રતીક છે,પેઢીઓ સુધી લોકોના જીવનમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનથી પ્રેરણા મળે,એમના માર્ગ પર ચાલવાનો મોકો મળે એ વિચારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાન માટે આપણે જેટલું કરીએ એટલું ઓછું છે.સરદાર પટેલ એક ખેડૂત નેતા હતા,તેઓ ખેડૂતની પણ ચિંતા કરતા અને ઉદ્યોગોની પ્રગતિ થાય એ તરફ પણ ધ્યાન આપતા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના વિચારોને વિશ્વ કક્ષાએ પહોંચાડવા માટેનું એક પ્રતીક બનશે.


Share

Related posts

ભરૂચના પોલીસ સ્ટેશનમાં PSO ઉપર હુમલો, ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળ ખસેડાયા

ProudOfGujarat

ભરૂચ : પાલેજ નગર સહિત પંથકનાં ગ્રામ્ય વિસ્તારમાં મુસ્લિમ સંપ્રદાય દ્વારા શબે મેરાજ પર્વની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

ભારતીય મૂળના સુલેમાનભાઈની યુ.કે.ના બ્લેકબનમા મેયર તરીકે પસંદગી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!