Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડિયાપાડા તાલુકાનાં નિવાલ્દા ગામે 108 નાં ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

Share

રાજપીપળા : કોવિડની મહામારી વચ્ચે માતા બાળકને 108 એમ્બ્યુલન્સ કે હોસ્પિટલમાં કોઈ પણ જાતનુ ઇન્ફેકશન ના થાય તેવી તકેદારી રાખી 108 એમ્બ્યુલન્સમાં અધૂરા માસે (સાત મહિને) મહિલાની સફળ ડિલિવરી 108 ના ઈએમટી દ્વારા કરાઈ છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના નિવાલ્દા ગામના મનીષાબેન આકાશભાઈ વસાવાને તા.18/04/2021 સવારે 9:40 કલાકે પ્રસુતિની પીડા ઉપડતા તેમણે 108 ને કોલ કરયો હતો, કોલ મળતાની સાથે જ દેડીયાપાડાની 108 એમ્બ્યુલન્સ જેમાં ઈએમટી વર્ષાબેન અને પાયલોટ સતિષભાઈ વસાવા એમ્બ્યુલન્સ લઇ નિવાલ્દા દર્દી મનીષાબેનના ઘરે ગણતરીની મિનિટોમાં પહોંચી ગયા, સમય બગાડ્યા વગર દર્દીને એમ્બ્યુલન્સમાં લીધા બાદ ઈએમટી વર્ષાબેને દર્દીને તપાસી વિટલ્સ લીધા જેમાં તેમને માલુમ પડ્યું કે દર્દીને અધૂરા મહિનાની પ્રસુતિ પીડા હતી.

Advertisement

108 એમ્બ્યુલન્સ દર્દી મનીષાબેનને લઇ હોસ્પિટલ જવા રવાના થયાં ત્યાં થોડેક આગળ જતા દર્દીને અસહ્ય પ્રસાવ પીડા થવા લાગી આ જોતા ઈએમટી વર્ષાબેને પાયલોટ સતીશભાઈને એમ્બ્યુલન્સ રોડની બાજુમાં ઉભી રખાવી અને ફરીથી ચેક કરતા જેમાં જોયું કે પ્રસુતિનો સમય આવી ગયો છે અને ઈએમટીએ ડિલિવરી કીટ તૈયાર કરી એમ્બ્યુલન્સના ડિલિવરી માટે તૈયારી કરી લીધી, થોડા જ સમયમાં મેઇલ બેબીનો જન્મ થયો પણ બાળક ના ગાળામાં નાળ વિંટળાયેલી હતી તેને દૂર કરી તેમજ બાળક ખરાબ પાણી પી ગયું હતું તેને સક્સન કરી કાઢવામાં આવ્યું અને બાળકને સારવાર આપવામાં આવી.

બાળકનું વજન 1.6 કેજી હતું, 108 ના ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સમાં સમયસર સુજબુજથી સારવાર અપાતા બાળક અને માતા હાલમાં સ્વસ્થ હોવાનું હોસ્પિટલ તરફ થી જણાવેલ છે.

 રિપોર્ટ :જ્યોતિ  જગતાપ ,રાજપીપળા


Share

Related posts

સુરતનાં ઉધનામાં મકાનનો સ્લેબ ધરાશાયી થતાં બે નાં મોત.

ProudOfGujarat

ટ્રાઈબલથી શહેર સુધી – બુધવારે નેત્રંગથી “આદિવાસી અધિકાર યાત્રા” યોજાશે, જન મેદની ઉમટવાના એધાંણ

ProudOfGujarat

લખતરમાં 40 થી 60 વર્ષની મહિલાઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!