Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા, બે ફરાર.

Share

રાજપીપળા વડ ફળિયામાં જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે ઝડપાયા હતા તથા બે ફરાર થઈ જતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ટાઉનના ઈન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણની સુચના મુજબ રાજપીપળા પોલીસ સ્ટાફના માણસો હાજર હતા. તે વખતે પોલીસને બાતમી મળેલ કે રાજપીપળા ફળિયામાં વડના ઝાડ નીચે જાહેરમાં ખુલ્લી જગ્યામાં હારજીતનો પત્તાપાનાનો જુગાર રમી રહેલ છે.તેથી બાતમીને આધારે રેડ કરતા કેટલાક ઇસમો કુંડાળું વળીને બેસેલા હતા અને આ જગ્યા ઉપર કોર્ડન કરતાં પાંચ ઈસમો પકડાઈ ગયેલા અને બે ઈસમો નાસી ગયેલા પકડાયેલા ઇસમોની અંગ જડતી તથા દાવ પરના રોકડા કિં.રૂ. 10,630 /- મળી આવેલ. પકડાયેલા આરોપીઓને પોલીસ મથકે લાવી જુગાર ધારા કલમ 12 ઇપીકો કલમ 51 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 (બી)મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

વલસાડનાં ખેરગામનાં માંડવખડકથી મુન્નાભાઈ MBBS ની ધરપકડ : બોગસ તબીબ ઝડપાયો.

ProudOfGujarat

નડિયાદના ડભાણ નજીક રેતી ભરેલ ટ્રેલરે બીજા ટ્રેલરને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા ઘાંચી ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તબીબો તથા તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!