Proud of Gujarat
GujaratFeaturedINDIA

સાગબારા તાલુકાના નવી ફળી ગામે હાઈવે રોડ ઉપર બે ટ્રક અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત,બેને ગંભીર ઈજા.

Share

સાગબારા તાલુકાના નવી ફન્ટી ગામે હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે નડેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બેને ગંભીર ઈજા થવા પામી છે. આ અંગે સાગબારા પોલીસ મથકમાં અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઇ છે.જેમા ફરિયાદીએ અહેમદ બશીરભાઈ મલેક (રહે,સરુ સેંકશન રોડ અબુહનીફા મસ્જિદ પાસે જવાહર નગર નંબર.2 જામનગર )એ આરોપી નજરમુદીન અહમદ શેખ (રહે, વેલદા તા.નજીર જી.તાપી) સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત મુજબ આરોપી નજમુદ્દીનએ પોતાના કબજામાં ટાટા ટ્રક નંબર એમ.એચ 18 એમ 8972 પૂર ઝડપે અને ગફલતભરી રીતે સામેથી રોંગ સાઈડમાં હંકારી લાવી ફરિયાદીની ટ્રક નંબર જીજે 11 ઝેડ 8809 ને ડાબી સાઈડમાં અથાડી અકસ્માત કર્યો હતો. જેમાં ફરિયાદી અહમદ અને ડાબા પગના ઘૂંટણ નીચે સાધારણ ઇજા પહોંચાડી તથા તેઓના ડ્રાઇવર સાહેદ ઇમરાન યુસુફભાઈ મલેક અને ડાબા ભાગે તથા કપાળના ભાગે ઇજા પહોંચાડી હતી તથા પોતાને માથામાં કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાના તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજયું હતું.

Advertisement

જ્યોતિ જગતાપ,રાજપીપળા


Share

Related posts

डेब्यूटेंट सिंगर रोमाना ने कहा कि वो जानी बी प्राक और अरविंदर खैरा का बोहुत आभारी है और ये डेब्यू उनके लिए अविश्वसनीय है।

ProudOfGujarat

સાગબારા ખાતેથી લકઝરી બસનાં ચોર ખાનામાં છુપાવેલ દારૂ ઝડપાયો.

ProudOfGujarat

“શબ્દ અને સ્વરૂપનો પવિત્ર સંગમ – ભરૂચમાં ચતુર્વેદનું અનોખું મિલન”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!