Proud of Gujarat
INDIAFeaturedGujarat

અક્ષયતૃતીયાનાં દિવસે સમગ્ર નર્મદા જિલ્લાનાં લગ્ન પ્રસંગોમાં પોલીસે કડક ચેકીંગ હાથ ધરાયું

Share

આજે અક્ષયતૃતીયાના દિવસે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા નર્મદા પોલીસ સવારથી ટીમ બનાવીને ત્રાટકી હતી અને લગ્ન પ્રસંગોમાં વગર આમંત્રણે પહોંચી જઈ સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

કોરોનાની મહામારીને કારણે લગ્ન પ્રસંગમાં ૫૦ થી વધુ લોકોને ભેગા નહીં કરવા પર પ્રતિબંધ હોય અને આજે અખાત્રીજના દિવસે ખુબ લગ્નો હોઈ આજે નર્મદા પોલીસ વડા હિમકર સિંહની સૂચનાથી અને નાયબ પોલીસવડા રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ આજે રાજપીપલામા પી.આઇ એમ બી ચૌહાણ અને તેમની ટીમ બનાવીને ત્રણ વાહનો દોડાવીને સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં રાજપીપલામા એક જગ્યાએ લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડતા ઈસમો ઝડપતા તેમની સામે પોલીસે લાલ આંખ કરતા પોલીસને જોઈને ભાગી છૂટ્યા હતા. તો પોલીસે માસ્ક વગરના અને ટોળે વળનારા સામે પણ
પોલીસે લાલ આંખ કરી કાર્યવાહી કરી હતી.

Advertisement

આજે અક્ષય તૃતીયાનો દિવસ હોવાથી અને રમજાન ઈદનો પણ તહેવાર પણ હોવાથી બંને જગ્યાએ લોકોની ભીડ ભેગી ના થાય તે માટે નર્મદા પોલીસ ખાસ નજર રાખતા ખાસ અનિચ્છનીય બનવા પામ્યો ન હતો. એ ઉપરાંત આજે રમઝાન ઇદનો પવિત્ર તહેવાર હોવાથી મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો જાહેરમાં ભેગા થયા ન હતા, માત્ર મૌલવીએ જ નમાઝ પઢી હતી. અન્ય મુસ્લિમ ભાઈઓએ પોતાના ઘરે રહીને જ નમાજ અદા કરી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ : ઝઘડિયા તાલુકાનાં અવિધા ગામની યુવતીએ પી.એચ.ડી. થઇને ગામનું ગૌરવ વધાર્યુ.

ProudOfGujarat

રાજકોટનાં થેલેસેમિયા ગ્રસ્ત રાહુલને મળ્યો રાજ્યકક્ષાનો પુરસ્કાર : મનપામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કરે છે કામ

ProudOfGujarat

લીંબડીના મોટાટીંબલા ગામે સેવાસેતુ યોજાયો જેમાં અલગ અલગ અરજીનો નિકાલ થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!