Proud of Gujarat
GujaratFeaturedINDIA

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તૂટ્યા.

Share

નાંદોદ તાલુકાના થરી ગામે બંધ મકાનના તાળા તોડી તસ્કારોએ તરખાટ મચાવ્યો છે. જેમાં.રૂ.૮૦,૦૦૦/- સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૯૦,૦૦૦/- ની મત્તાની ચોરીની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમાં ફરીયાદી શંકરભાઈ રેવાદાસ પટેલ (ઉ.વ.૬૪ રહે.થરી નિશાળ ફળિયું તા.નાદોદ.) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદી શંકરભાઈ રેવાદાસ પટેલ જેઓ પોતાની પત્નિ સાથે તા.૨૯/૦૫/૨૦૨૧ ના રોજ પોતાનું મકાન બંધ કરીને મકાનના ઘાબા ઉપર સુવા માટે ગયેલ તે દરમ્યાન કોઈ અજાણ્યો ચોર ઇસમ તા.૩૦/૦૫/૨૦૨૧ વહેલી સવારે ફરીયાદીના રહેણાંક મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી નાખી મકાનમાં પ્રવેશ કરી તિજોરી ખોલી અંદરનું ડ્રોવરનું લોક તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના કિ.રૂ.૮૦,૦૦૦/-તથા ડ્રોવરના ઉપરના ભાગે કપડામાં મુકેલ રોકડ રકમ રૂ.૧૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૯૦,૦૦૦/- ની મત્તાની ચોરી કરી નાસી જતા પોલીસ ચોરીનું પગેરું શોધવા તપાસ આદરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભાડભૂત નજીકથી ખડખડ વહેતી રેવાના કાંઠે ઉત્સવમય માહોલ છવાયો.સાથે જ માછીમારીની મોસમનો પ્રારંભ કરાયો.જાણો રસપ્રદ વિગત…

ProudOfGujarat

સ્ટ્રીમિંગમાં અભિષેક બચ્ચનની સફળતા અને સ્માર્ટ પસંદગીઓ

ProudOfGujarat

જો પી.એમ મોદી કે સી.એમ. રૂપાણી અંકલેશ્વર રાજપીપળા રોડ માર્ગે સ્ટેચ્યુ જોવા આવે તો આ માર્ગ યુદ્ધના ધોરણે તૈયાર થઈ જાય..!!!??

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!