Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાગતો આરોપી કિયા થી પકડાયો

Share

રાજપીપળા : આરીફ જી કુરેશી

નર્મદા પોલીસ થી ભાગતો અને વડોદરાના નવલખી ગ્રાઉન્ડના ગરબે ગરબે ઘુમતો આરોપી પકડાયો.પત્ની અને કાકા સસરાની દીકરીઓના ફોટા સોસિયલ મીડિયામાં વાયરલ કરી બીભત્સ્ય કોમેન્ટ કરનાર રાજપીપળા નો યુવાન 2017 થી પોલીસ થી નાસતો ફરતો હતો જેને નર્મદા એલસીબી અને વડોદરા પોલીસે ગરબા ગ્રાઉન્ડ પરથી જ દબોચી લીધો. 
રાજપીપળા : 2017 ના વર્ષ માં રાજપીપળા પોલીસ મથકે દાખલ થયેલા ગુના માં પોલીસ થી નાસતો ફરતો આરોપી આખરે વડોદરા ના નવલખી ગરબા ગ્રાઉન્ડ પરથી પકડાઈ ગયો હતો.પોતાની પત્નીના ફોટા સોસિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ સાથે મુકનાર રાજપીપળાનો  દિલરાજસિંહ રાઠોડ વિરુદ્ધ 2017 માં રાજપીપળા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયા બાદ તે પોલીસ પકડ થી દૂર નાસતો હોય પોલીસ શોધી રહી હતી ત્યારે ગતરોજ આ નાસતા ફરતા આરોપીને એલ.સી.બી નર્મદા તથા વડોદરા શહેર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. 
પોલીસ અધિક્ષક, નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને અટક કરવા સુચના ના આધારે  ઇચા.પોલીસ અધિક્ષક રાજેશ પરમાર ના માર્ગદર્શન મુજબ સી.એમ.ગામીત,એલસીબી,નર્મદા  તેમજ તેમની ટિમને બાતમી મળતા રાજપીપળા પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતો દિલરાજસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ (રહે.કોલેજ રોડ, રાજપીપળા)ને રાવપુરા પો.સ્ટે.વિસ્તાર ના નવલખી ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબા રમતો હોવાની બાતમી મળતા નર્મદા પોલીસને વડોદરા પહોંચવામાં સમય લાગે તેમ હોવાથી પો.સ.ઇ.ગામીત એલ.સી.બી.એ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેરના પો.ઇન્સ.ને આ બાબતે જાણ કરી અને નર્મદા એલસીબી ટિમ વડોદરા પહોંચે ત્યાં સુધી દિલરાજસિંહ ઉપર રાવપુરા પો.સ્ટે.ની ટિમ મોકલી તેની પર વોચ રાખવા જણાવ્યું જેથી રાવપુરા પોલીસે નવલખી ગ્રાઉન્ડમાં વોચ રાખી એ દરમિયાન નર્મદા એલસીબી ટિમ ત્યાં પહોંચી તેને ઝડપી અટક કરી રાજપીપળા પોલીસ સ્ટેશનના ગુનામાં આગળની કાર્યવાહી માટે  સોંપવામાં આવ્યો હતો.આમ નર્મદા એલસીબીની ટીમે પોલીસ થી ભાગતા એકને દબોચી લીધો હતો.

Advertisement

Share

Related posts

માતર પાસે હાઇવે પર મહિલાને ડમ્પરે ટાયર નીચે કચડી દેતાં કરુણ મોત નિપજ્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વાહન અકસ્માતનાં બનાવોનો તુલનાત્મક અભ્યાસ.

ProudOfGujarat

નડિયાદ : મહુધામાં કારના માલિકને લાલચ આપી કાર લઈને રફુચક્કર થઇ જતાં પોલીસ ફરિયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!