Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામાં વરસાદમાં પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી…

Share

તિલકવાડા તાલુકાના વાડીયા ગામના નાળામા ઓછા વરસાદમા જ પાણી ભરાઈ ગ્રામજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી ! તેથી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ માંગ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચાણોદથી કેવડીયા રેલવે નીચે બનાવેલ નાળામાં થોડા વરસાદથી પાણી ફુલ ભરાયા જેના લીધે લોકોને વાહન લઈ જવાની ખૂબ તકલીફ પડતી હતી કારણ કે અહીં પાણીનો નીકાલની કોઈ જગ્યા નથી. આવા નાળા તલાવપુરા, વાડીયા, વાસણ અને રેગણ કોલોની ખાતે આવેલ હોવાથી વરસાદમા પાણી ભરાઈ જવાથી આજુબાજુના ગામના લોકોનો સંપર્ક કપાઈ જાય છે. વાડીયા ગામનુ આ નાળુ છે. તે  નાળા સાથે ૧૬ ગામો જોડાયેલા છે.

હમણાં વાડિયા ગામમા મામુલી વરસાદ પડ્યો. તેમાં નાળામા પાણી ભરાઈ જતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. થોડા વરસાદમા આ તકલીફ થઈ હતી. તો વધારે વરસાદ પડે તો વાહનો બીલકુલ બંધ થઇ જાય. આ આગાઉ અધિકારીઓ આવીને બાંહેધરી આપી ગયા પણ કાઈ પરિણામ આવ્યું નથી. મોટરથી પાણી ખેંચી પાણી બહાર કાઢવાનો એ કાયમી સોલ્યુશન નથી. હજી તો આખુ ચોમાસુ બાકી છે. વધારે વરસાદ પડશે ત્યારે નાળાની શી હાલત થશે ? એ અંગે ગ્રામજનો ચિંતિત બન્યા છે ત્યારે વાડિયા ગામના નાળાનો પાણીનો પ્રશ્નનો કાયમી કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ માંગ કરી છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા 


Share

Related posts

અંકલેશ્વરના ખરોડ ગામ ખાતે જુગાર રમતા ત્રણ ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી પાનોલી પોલીસ

ProudOfGujarat

જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર લાગ્યાં…

ProudOfGujarat

પંચમહાલ – ગોધરા એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક આરોપીની અટક કરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!