Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસીઓમાં વિવાદ વકર્યો.

Share

આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં એ મુદ્દા પર કેટલાક વખતથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે રાજપીપલા ખાતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે એવુ સ્ફોટક નિવેદન કરતા રાજકીય વિવાદ સર્જાયો છે.

ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છીએ અને રહીશુ એમ કહેતા વિવાદ વકર્યો છે. આ અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવા એમ કહી રહ્યા હતા  કે આદિવાસીઓ આદિ અનાદિ કાળથી હિંદુઓ છે. ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જ્યાં વિશ્વના પ્રવાસીઓ આવે છે એ વિસ્તારમા એક બોર્ડ લાગતા ખળભળાટ મચ્યો છે

અને જે બાબતે ફરી ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ સુર ઉઠાવ્યો કે અમે હિન્દૂ નથી અમે માત્ર આદિવાસી છે પરંતુ ભારત દેશમાં સત્તા મેળવવા માટે લોકો હિન્દૂ શબ્દનો ઉપયોગ કરે છે. આ હિન્દૂ નામનો શબ્દ કોઈ સંવિધાનમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આદિવાસી આદિવાસી છે જેને ખોટી રીતે હિન્દૂ કહેવામાં આવે છે. આ આદિવાસી  આદિ અનાદિ કાળથી આદિવાસી છે ને રહશે અને અમે કોઈ હિન્દૂ છે નહીં અમે માત્ર આદિવાસી છે કહેતા રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે સાંઈ યુવક મંડળ તરફથી 650 જેટલી કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કર્યું.

ProudOfGujarat

પાલેજ GIDCમાં ₹4.50 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 9 આરોપી ઝડપાયા

ProudOfGujarat

સાગબારા : દેવમોગરા ખાતે 2 વર્ષ પહેલા બનેલ ધર્મશાળા હજી ખુલી જ નથી !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!