Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકાના માંગુ ગામની સીમથી પહાડ પુલ પાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર.

Share

તિલકવાડા તાલુકાના માંગુ ગામની સીમથી પહાડ પુલ પાસે રોડની સાઈડમાં માથામાં ગંભીર ઇજા કરી કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. જયારે મરનારની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળી આવતા પોલીસે ખૂનનો ગુનો નોંધી તપાસ આદરી છે.

આ અંગેની ફરિયાદ ફરીયાદી રાજેશભાઇ શનાભાઇ બારીઆ (ઉ.વ.૪૮ ધંધો નોકરી હાલ રહે.AW63 શીવાલય બંગ્લોઝ પરિવાર ચાર રસ્તા પાસે વાઘોડીયા રીંગરોડ વડોદરા મુળ રહે.માગુ તા.તિલકવાડા જી.નર્મદા)એ અજાણ્યા ઈસમ સામેફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર ફરીયાદીના પિતા શનાભાઈ નાનાભાઈ બારીઆ (ઉ.વ.૩૦ રહે.માગુ તા.તિલકવાડા જિ.નર્મદા) ને કોઈ અજાણ્યા ઈસમે કોઈ પણ કારણોસર માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તથા ડાબા ખભાના નીચેના ભાગે ઈજાઓ કરી માંગુ ગામની સીમમાંથી પહાડ ગામના પુલ પાસે મોત નિપજાવી તેની લાશ પહાડની પુલ પાસે રોડની બાજુમાં મળી આવતા પોલીસે તપાસ આદરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારે વસેલ જુના અને નવા સરફુદીન ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્ને કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

ProudOfGujarat

વડોદરા : અકોટા-દાંડિયાબજાર માર્ગ પર રેલીંગ અને ખુલ્લી ગટર અકસ્માતનું કારણ બની શકે છે..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!