Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળીમાંથી બનતું તેલ વાપરે છે : માલીશ માટે અને ખાવામાં વપરાતું તેલ આદિવાસી માટે ટોનિક સમાન.

Share

સામાન્ય રીતે ગુજરાતીઓ ખાદ્યતેલ તરીકે સીંગતેલ, કપાસીયાનું તેલ કે સૂરજમુખી કે રાયડા કે સરસવનું તેલ વાપરતા હોય છે. પણ નર્મદા જિલ્લાના આદિવાસીઓ ક્યારેય સીંગતેલ કે અન્ય તેલ વાપરતા નથી પણ તેને બદલે ડોળીનું તેલ વાપરે છે. હા આદિવાસીઓ માટે સસ્તું અને આરોગ્યવર્ધક ડોળીનું તેલ કેવી રીતે વાપરે છે તેનો ખાસ અહેવાલ જોઈએ.

નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. આદિવાસીઓ આ ડોળીને વીણી તેને ફોડી તેને સુકવીને કોથળા, થેલા ભરી લે છે. હાલ ડોળીમાંથી તેલ પિલવાની સીઝન શરૂ થઈ છે. હાલ આદિવાસીઓ કોથળામા ડોળી ભરીને તેલ પિલવાની ઘંટીએ મોટી સંખ્યામા ઉમટી પડ્યા છે સાથે તેલનો ખાલી ડબ્બો લઈને આવે છે.

પછી એ ડબ્બામા ડોળીનું તેલ ભરીને ઘરે લઈ જાય છે. આખા વર્ષ માટે ડોળીનું તેલ ભરી રાખે છે અને ખાદ્ય તેલ તરીકે આખુ વર્ષ આદિવાસીઓ ડોળીનું જ તેલ વાપરે છે.

આદિવાસીઓ ક્યારેય સીંગ તેલ કે અન્ય ખાદ્ય તેલ વાપરતા જ નથી. કારણ કે ગરીબ આદિવાસીને સીંગતેલ મોંઘુ હોવાથી પોષાય તેમ નથી.
હાલ સીંગ તેલના બજાર ભાવ 15 કિલોના ડબ્બે 2700 રૂ ભાવ છે જયારે કપાસિયા તેલનો ભાવ 2400 રૂપિયા છે. જયારે આદિવાસીઓને ડોળીનું તેલ સાવ મફતમાં પડે છે. કારણકે મહુડા ફળ ડોળીએ જંગલની પેદાશ હોવાથી મફતમાં મળે છે. માત્ર તેલ પિલવાનો ભાવ કિલોના સાત રૂપિયે હોવાથી સરવાળે આદિવાસીઓ ને આ તેલ સાવ મફતમાં પડી રહે છે.

આદિવાસીઓના જણાવ્યા અનુસાર આ ડોળીનું તેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે. ખાસ કરીને માલીશ માટે આ તેલ વપરાય છે ખાવામાં પણ આરોગ્ય વર્ધક હોવાથી ડોળીનું તેલ ખાતા આદિવાઓ ક્યારેય બીમાર પડતા નથી. હાલ રાજપીપલા ખાતે તેલ પીલવાની ઘંટીએ તેલ પિલાવવા આદિવાસીઓ રાજપીપલા ખાતે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વરસાદ પહેલા આદિવાસી આખા વર્ષનું તેલ ભરી લે છે. તેલ ખાતી વખતે કડવાશ કે કોઈ વાસ ન મારે તે માટે ગૃહિણીઓ ચૂલા પર તેલને ગરમ કરે છે અને તેમાં થોડી લસણની કળીઓ નાંખી તેને કકડાવી લે છે ત્યારબાદ તેનો ખાવામા ઉપયોગ કરાય છે. આ ખાદ્યતેલ આરોગ્ય માટે ખુબ સારુ ગણાય છે. ડોળીના તેલના ફાયદા જાણ્યા પછી હવે આમ લોકો પણ ડોળીનું તેલ વાપરતા થયાં છે

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ : વર્ષોથી વિકાસનાં નામે વંચિત સારંગપુર ગામનો પરપ્રાંતીય વિસ્તાર.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના વલણ ખાતે ઇદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નવસારીમાં શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!