Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકના ગુનામાં પકડાયેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરાયો.

Share

લ્યો કરો વાત, દારૂબંધીના ગાંધીના ગુજરાતના નર્મદામા રૂ. 10 લાખનો પકડાયેલ મુદ્દામાલ 7268 બોટલ દારૂનો નાશ કરાયો છે. ગાંધીના ગુજરાતમા દારૂ પીવાય છે વેચાય છે, પકડાય છે અને નાશ પણ કરાય છે ! તેનો આ પુરાવો છે.

નર્મદા જિલ્લાના રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકમા પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ દારૂના માલને નાશ કરવાની પરવાનગી મળતાં નર્મદા ના.પો.અધિક્ષક પરમાર તથા વાણી દુધાત, ભગત તથા નશાબંધી અધિક્ષક વસાવા આ તમામની સુચનાથી રાજપીપળા, આમલેથા, તિલકવાડા પોલીસ મથકના ગુનામાં નોંધાયેલ પકડાયેલ પ્રોહીબીશન મુદ્દામાલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ કુલ બોટલ નંગ.7268 કિંમત રૂ.10,92,600 નો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને અધિકારીઓની હાજરીમા બુલડોઝર ફેરવીને દારૂનો નાશ કર્યો હતો.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ઝાનોર NTPC ખાતે ફાયર સર્વિસ સપ્તાહનું ભવ્ય સમાપન, લાઈવ ફાયર ફાઈટીંગ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર

ProudOfGujarat

રાજપીપળા શહેરનાં ઘણા વિસ્તારોમાં પાણી અને ગંદકીની તકલીફથી ત્યાંનાં રહીશો પરેશાન.

ProudOfGujarat

પાલેજ જીઆઈડીસી માં રબર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!