Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા જિલ્લા ના પોર થી માત્ર એક કિલોમીટર ના અંતરે આવેલ અણખી ગામ માં દારૂ ઝડપાયો હતો. તે મામલો વરનામાં પોલીસ ને મળી મોટી સફળતા એક પછી એક બુટલેગર નામો પોલીસ તપાસ માં બહાર આવ્યા છે…..

Share

હિતેશ પટેલ પોર…વડોદરા ગ્રામ્ય …

વડોદરા ગ્રામ્ય ના વરનામાં પોલિસ સ્ટેશન ના psi એચ.પી.પરમાર તથા પોર બીટ ના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક તથા ડી.સ્ટાફ મહેન્દ્ર ભાઈ ભારત સિંહ પરમાર પોલીસ કોસ્ટેબલ કેશુભાઈ થતા પરીક્ષિત સિંહ કીર્તિસિંહ ચુડાસમા તથા રાજેદ્ર ભાઈ મોહનરાવ સ્ટાફ ના માણસો જનરલ કોમ્બિગ નાઈટ ના પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન પોર ચોકી પાસે વાહન ચેકીંગ માં હતા તે દરમિયાન psi એચ.પી.પરમાર ને બાતમીદાર થી બાતમી મળી હતી.કે વડોદરા જિલ્લા ના પોર થી માત્ર ૧ કિલોમીટર આવેલ અણખી ગામ માં લીમડાવાળા ફળિયામાં રહેતો સુનિલભાઈ કાભઈભાઈ પાટણવાડિયા અણખી સિમ માં ઢાઢર નદી કિનારે પોતાના ખેતર માં કોતર ની જગ્યામાં મોટા પ્રમાણ માં પરપ્રાંતીય વિદેશી દારૂ કોઈ ગાડી માં લાવી સંતાડી રાખેલ છે તે બાતમી ને વાકેફ રાખી ને બાતમી વાળી જગ્યાએ પોલીસ ના માણસો ખેતર ની આજુબાજુ છુટાછવાયા ગોઠવાઈ ગયા હતા.એટલાંમા જ એક ઈસમ સુનિલભાઈ કાભઇભાઈ પાટણવાડીયા તેને કોર્ડન કરી તેને કંઈક બીજી હરકત કરે તે પહેલાં વરનામાં પોલીસે દબોચી લીધો હતો. અને તેના ખેતર માં ઝાડ ના પાંદડા નીચે સંતાડી રાખેલ તે પાંદડા નીચે જોતા નાની મોટી કુલ બોટલ ૫૧૦ બોટલ તેની કુલ કિમત રૂપિયા ૨૦૪૦૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦/-અને કુલ કિંમત ૨૦.૯૦૦૦ ઝડપી પાડ્યો હતો. અને પોલીસ તપાસ માં સુનિલભાઈ કાભઈભાઈ પાટણવાડિયા એ આ દારૂ ભાલીયાપુરા માં રહેતો અનિલભાઈ મનુભાઈ ઠાકરડા પાસે થી મંગાવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી. અને સુનિલ ભાઈ કાભઈ પાટણવાડીયા કૉર્ટ માં રજુ કરી ચાર દિવસ સુધી રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. અને આ દારૂ માં વોન્ટેડ આરોપી રાત્રી દરમિયાન અનિલભાઈ મનુભાઈ ઠાકરડા ને પોતાના ઘરે વરનામાં પોલીસે છાપો મારી તેને દબોચી લીધો હતો. અનિલભાઈ ઠાકરડા ભૂતપૂર્વ માથાભારે બુટલેગર હોઈ તેના વિરુદ્ધ માં ગુણા પણ નોંધાયેલ છે. અને પોલીસ પૂછપરછ માં અનિલભાઈ ઠાકરડા એ અનખી લીમાંળાવાળા ફળિયામાં રહેતો સુનિલભાઈ કાભઇભાઈ પાટણવાડિયા નો સગો ભાઈ આ દારૂ માંગવામાં સામેલ છે.અને એવું પણ જાણવામાં મળ્યું છે કે મંગાવેલ દારૂ સુનિલભાઈ કાભઇભાઈ પાટણવાડીયા અને અનિલભાઈ કાભઇભાઈ પાટણવાડીયા સાચવાના ૧૦.૦૦૦ રૂપિયા આપતો હતો તેમ અનિલ દ્વ્રારા પોલીસ સમક્ષ કબુલ્યું હતો. અણખી દારૂ પ્રકરણ માં !!બળે મિયા છોટે મિયાં !! વરનામાં પોલિસ સકંજામાં આવી ગયા હતા. અને હાલ તો અનિલભાઈ કાભઈભાઈ પાટણવાડિયા ને વરનામાં પોલીસે વોન્ટેડ જાહેર તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે અને હાલ તો અણખી ગામ માં દારૂ વરનામાં પોલીસ પકડવામાં આવતા તમામ બુટલેગર માં ફફડાટ વ્યાપી ગયો છે.

Advertisement

Share

Related posts

વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી

ProudOfGujarat

ભારતીય હવામાન વિભાગની આગાહી સંદર્ભે ઝીરો કેઝયુઅલ્ટીના નિર્ધાર સાથે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર ટ્રેનની અડફેટમાં આવી જતા એક યુવાન નું કમકમાટી ભર્યુ મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!